Aapnu Gujarat
ગુજરાત

હવે અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા ૭૦૦ કરોડ રોકાશે

અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે જંગી નાણાં રોકવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ પાંચ વર્ષમાં જ ૭૦૦ કરોડનુ રોકાણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જેથી આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં કેટલીક નવી ચીજો પણ જોવા મળી શકે છે. વધુ ખુબસુરતી પણ જોવા મળનાર છે. સરકાર દ્વારા અમદાવાદ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો આપવામાં આવ્યા બાદ આગામી પાંચ વર્ષમાં અમદાવાદ શહેરને સાચા અર્થમાં સ્માર્ટસીટી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ મળીને રૂપિયા ૭૦૦ કરોડનું રોકાણ કરવામા આવશે.આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પીપીપી આધારીત એફોર્ડેબલ આવાસો બનાવવા માટે કુલ મળીને રૂપિયા ૯૬૧ કરોડનો ખર્ચ કરવામા આવશે.આ અંગે સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ,કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૫માં અમદાવાદ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો આપવામા આવ્યો હતો.બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં હાથ ધરવામા આવનારા સ્માર્ટસીટી પ્રોજેકટ માટે ખાસ કંપનીની સ્થાપના કરવામા આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ઘન કચરાની સમસ્યા ઉકેલવા તેમજ કચરાના વિભાજનની પ્રક્રીયા ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ઝુપડપટ્ટીના સ્થાને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પરવડી શકે એ પ્રકારના આવાસો બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં અલગ અલગ વિસ્તારોમા એફોર્ડેબલ હાઉસ પીપીપી ધોરણે બનાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે જે પ્રોજેકટ પાછળ કુલ રૂપિયા ૯૬૧ કરોડની રકમનો ખર્ચ કરવામા આવશે.આ ઉપરાંત શહેરના વાડજ વિસ્તારમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા પાછળ કુલ રૂપિયા ૧૧૫ કરોડની રકમનો ખર્ચ કરવામા આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આગામી પાંચ વર્ષમાં શહેરમાં હાથ ધરવામા આવનારા પ્રોજેકટોમાં રામાપીરના ટેકરાના રીહબલિટેશનનો પણ સમાવેશ થાય છે.મ્યુનિ.દ્વારા કોમનકાર્ડ પેમેન્ટ સિસ્ટમ પાછળ રૂપિયા ૧૦૫ કરોડ,કમાન્ડ કંટ્રોલ સેન્ટરના નિર્માણ પાછળ રૂપિયા ૫૩ કરોડની રકમનો ખર્ચ કરવામા આવનાર છે. તંત્ર દ્વારા હાથ ધરવામા આવનારા વિવિધ પ્રોજેકટોમાં કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા ૪૮૮ કરોડ, રાજય સરકાર તરફથી ૪૮૮ કરોડ અને મ્યુનિ.દ્વારા સ્પેશીયલ વ્હીકલ ફંડ હેઠળ રૂપિયા ૪૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેની રૂપરેખા તમામ રીતે પહેલાથી જ તૈયાર કરી લેવામાં આવી છે.

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો

aapnugujarat

ઊતરાયણના પ્રસંગે મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી

aapnugujarat

રાજસ્થાન સરહદે પાક. સેના ભારતીય દળોની મોટા પાયે રેકી કરી રહી છે : બીએસએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1