Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા કલેક્ટર કચેરી ઉપરાંત તમામ પાંચેય તાલુકાઓમાં VVPATના ઉપયોગના માર્ગદર્શન માટે તા.૧૫ મી સુધી મોક પોલીંગ સ્ટેશન કાર્યરત

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ દરમિયાન પ્રથમ વખત તમામ મતદાન મથકો પર VVPAT નો ઉપયોગ થનાર હોઇ, મતદારોને VVPAT ના ઉપયોગ અંગેની પુરતી જાણકારી મળી રહે તે માટે ભારતના ચૂંટણીપંચ તરફથી મળેલ સૂચના પ્રમાણે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથકે જિલ્લા સેવા સદન- કલેક્ટર કચેરીના ભોંયતળીયે તેમજ તમામ તાલુકા સેવા સદન ખાતે તા.૧/૧૧/૨૦૧૭ થી તા.૧૫/૧૧/૨૦૧૭ દરમિયાન Mock Polling Station કાર્યરત કરેલ છે. સદરહું મોક  પોલીંગ સ્ટેશનમાં લોકો મતદાન કરવા અંગે તેમજ VVPAT ના ઉપયોગ અંગે પ્રાથમિક માહીતી મેળવી શકશે તેમજ મોકપોલ કરી શકશે. મોક પોલીંગ સ્ટેશન તા.૧/૧૧/૨૦૧૭ થી તા.૧૫/૧૧/૨૦૧૭ સુધી જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સવારે ૧૦=૩૦ કલાકથી સાંજના ૫=૦૦ કલાક સુધી ચાલુ રહેશે. જિલ્લા કક્ષાએ જનસેવા કેન્દ્રની બાજુમાં, જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે અને જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓમાં તાલુકા સેવા સદનના જનસેવા કેન્દ્ર ખાતે મોક પોલીંગ સ્ટેશનનું આયોજન કરાયું છે, જેનો જિલ્લાના મતદારોને બહોળી સંખ્યામાં લાભ લેઇ તેની જાણકારી મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, રાજપીપલા-નર્મદા તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

Related posts

કેવડીયામાં વીર સુખદેવ પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ કાર્યક્રમ ખુલ્લો મુકાયો

aapnugujarat

दाऊद के साथी को गुजरात एटीएस ने मुंबई से गिरफ्तार किया

aapnugujarat

અમદાવાદમાં કોરાના અંગે મહિલા જાગૃતિ અભિયાન

editor

Leave a Comment

UA-96247877-1