Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રગીત વગાડવા સંદર્ભે ચુકાદામાં સુધારો થઇ શકે

સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવા અંગેના ચુકાદામાં સુધારા કરવાને લઇને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવાની બાબતને ફરજિયાત કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે આ હિલચાલનો વિરોધ કર્યો હતો. તેના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકો પર દેશભક્તિવાદને લઇને કોઇ ફરજ પાડવી જોઇએ નહીં. આમા જણાવવામાં આવ્યું છે કે, તેના આદેશ મારફતે કોર્ટ પણ દેશભક્તિવાદને લાગૂ કરી શકે નહીં. આના બદલે મામલાને રેગ્યુલેટ કરવા રાષ્ટ્રીય ધ્વજ સાથે સંબંધિત કોડમાં સુધારા કરવા કેન્દ્ર સરકારને કહેવું જોઇએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવીલકર તેમજ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવા અંગે તેના અગાઉના આદેશમાં સુધારા કરવાની જરૂર દેખાઈ રહી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, ભારત એક લોકશાહી દેશ અને જુદા જુદા ધર્મના લોકો રહે છે. આવા દેશમાં એકતા સ્થાપિત કરવા માટે સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવાની બાબત ફરજિયાત કરવાની બાબત યોગ્ય દેખાતી નથી. નવેમ્બર ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે સિનેમા હોલમાં ફિલ્મની રજૂઆત પહેલા રાષ્ટ્રગીત વગાડવાને ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે સન્માનપૂર્વક આના માટે ઉભા થવા માટે પણ આદેશ કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૭માં કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે અથવા તો સાંભળવામાં આવે ત્યારે ઉભા થવાની બાબતને ફરજિયાત કરવામાં આવી ન હતી. ફિલ્મ અથવા દસ્તાવેજી ચિત્રમાં રાષ્ટ્રગીત વેળા ઉભા થવાને લઇને પ્રશ્ન ઉઠ્યા હતા.

Related posts

ટ્રમ્પ બનશે ૨૬મી જાન્યુઆરીના મુખ્ય મહેમાન!?

aapnugujarat

વડોદરામાં ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

aapnugujarat

પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1