Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દારૂલ ઉલુમ પર પ્રતિબંધ મુકવા મુસ્લિમ મહિલા સંગઠનની માંગ માંગણી

રામની પ્રશંસા કરવા બદલ દારુલ ઉલુમ દેવબંધથી ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશને તેના ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. સાથે સાથે તેના ફંડિંગમાં તપાસ કરવા માટેની માંગ પણ કરી છે. દારુલ ઉલુમ પર પ્રતિબંધ મુકવાની મુસ્લિમ મહિલા સંસ્થા દ્વારા માંગ કરવામાં આવ્યા બાદ આને લઇને મુસ્લિમ સમુદાયના લોકોમાં પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. શનિવારના દિવસે દારુલ ઉલુમ દેવબંધે ૧૮મી ઓક્ટોબરના દિવસે વારાણસીમાં આરતી કરનાર ફાઉન્ડેશનની મહિલા સામે ફતવો જારી કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને મુસ્લિમ તરીકે ગણી શકાય નહીં. જે મહિલાઓ કંઇ ખોટુ કરી રહી છે તેમને ચલાવી લેવાશે નહીં. ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ નાઝનીન અન્સારીએ કહ્યું છે કે, ઇસ્લામમાં ઉલેમાઓને ધાર્મિક મામલાઓમાં કોઇના ઉપર તેમના અધિકાર લાદવા અથવા તો કોઇ આદેશ જારી કરવાની સત્તા અથવા તો મંજુરી આપવામાં આવી નથી. તેઓ માત્ર સૂચન કરી શકે છે અથવા તો સલાહ આપી શકે છે. ઇસ્લામના અનુસંધાનમાં જરૂરી સૂચન કરી શકે છે. તેમની પાસે ફતવા અથવા તો આદેશ જારી કરવાની કોઇ સત્તા નથી. જો તેઓ આવા મામલામાં ફતવાઓ જારી કરશે તો સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તેમનું કહેવું છે કે, મુસ્લિમ હોવાને લઇને ગર્વ છે અને તેઓ ઇસ્લામની પરંપરાને પાળી રહ્યા છે.

Related posts

મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ઉંચું મતદાન

aapnugujarat

अवंतीपोरा में 4 आतंकि गिरफ्तार

editor

કોંગ્રેસમાં સામેલ થયા બીજેપીના પૂર્વ સાંસદ નાનાભાઉ પટોલે, રાહુલ ગાંધીએ કર્યું સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1