Aapnu Gujarat
મનોરંજન

મલાઇકા અરોરા ખાન હાલ દુબઇમાં

બોલિવુડમાં આઇટમ સોંગના કારણે વધારે જાણીતી રહેલી સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન હાલમાં દુબઇમાં છે. તે પોતાના મિત્રોની સાથે દુબઇમાં જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહી છે. સોશિયલ મિડિયા પર પોતાના ચાહકોને સતત સક્રિય રાખવા અને અપડેટ રાખવા માટે તે પોતાના ફોટો સતત મુકતી રહે છે. મલાઇકાએ ફરી તેના ખુબસુરત ફોટો મુક્યા છે. જેમાં તેની ફિટનેસ અને ખુબસુરતી નજરે પડે છે. આ સપ્તાહમાં જ તે જન્મદિવસની ઉજવણી કરનાર છે. ્‌લાઇકા અરોરા ખાન લાઇફને કઇ રીતે માણવામાં આવે તે બાબતને લઇને હમેંશા સાવધાન રહે છે. નવેસરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મલાઇકાએ જોરદાર ફોટો રજૂ કર્યા છે. જે ચર્ચા જગાવી રહ્યા છે. દુબઇમાં તે બીચ પર મોજમસ્તી કરતી નજરે પડી હતી. બીચ પર સનસેટ વેળા તે કેટલાક ફોટોમાં નજરે પડે છે. ફેશન અને સ્ટાઇલ માટે પણ તે જાણીતી રહી છે. સેક્સી દેખાવવા માટે તે કઇ પણ કરી શકે છે. મલાઇકા અરોરા ખાને કેટલાક ફોટો કરણ જોહરની સાથે પણ રજૂ કર્યા છે. જેમાં તે થોડાક દિવસ પહેલા મેલબોર્નમાં હતી. સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર કલાકારોમાં તે સામેલ છે. તે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં હાજર રહી હતી. બોલિવુડ સ્ટાર અરબાજ ખાન સાથે તેના સંબંધ તુટી ગયા બાદ તે વધારે ચર્ચામાં રહી હતી. કેટલીક વખત કોર્ટની બહાર પણ દેખાઇ હતી. અર્જુન કપુર સાથે તેના સંબંધના કારણે પણ તે ચર્ચામાં રહી હતી. જો કે આ સંબંધમાં કોઇ ખુલાસો વધારે ચોંકાવનારો કરવામાં આવ્યો ન હતો. હવે સોશિયલ મિડિયામાં દુબઇમાં તે ચર્ચા જગાવી રહી છે. તેના ખુબસુરત ફોટોને લઇને તેના લાખો ચાહકો ઉત્સુક રહે છે. હાલમાં તે કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી.

Related posts

आयुष्यमान की ‘बधाई हो’ ने किया ५० करोड़ आकड़ा पार

aapnugujarat

ડાયના પેન્ટી પાસે ફિલ્મ નથી

aapnugujarat

‘મને તેણે વારંવાર ઓરલ સેક્સની ફરજ પાડી હતી’ : અઝીજ અંસારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1