Aapnu Gujarat
મનોરંજન

ડાયના પેન્ટી પાસે ફિલ્મ નથી

હેપ્પી ફિર ભાગ જાયેગી ફિલ્મ બાદ ખુબસુરત ડાયના પેન્ટી પાસે હાલમાં કોઇ નવી ફિલ્મ નથી. તે નવી ફિલ્મને લઇને ચોક્કસપણે આશાવાદી બનેલી છે. જો કે તેની ભાષાની સમસ્યા આજે પણ તેને નડે છે. અભનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી વધારે સમયથી છે. અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી. ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ડાયના પેન્ટીએ કહ્યુ છે કે તે બીજી અભિનેત્રીઓ શુ કરી રહી છે તેને લઇને વધારે હેરાન રહેતી નથી. સાથે સાથે અન્ય અભિનેત્રીઓ દ્વારા જો સારી કામગીરી અદા કરવામાં આવે છે તો તેની તે પ્રશંસા પણ કરે છે. વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલી ફિલ્મ કોકટેલ મારફતે ડાયના બોલિવુડમાં આવી હતી. ત્યારબાદ તે સતત સક્રિય દેખાઇ રહી છે. જો કે તેને અપેક્ષા કરતા વધારે સફળતા મળી નથી. તેની છેલ્લી ફિલ્મ લખનૌ સેન્ટ્રલ હતી. જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ૩૧ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે ફિલ્મની સફળતા તમામ પટકથા અને ગીતો પર આધારિત રહે છે. લખનૌ સેન્ટ્રલમાં તેની સાથે ફરહાન અખ્તર નજરે પડ્યો હતો. ફિલ્મની પટકથા ખુબ શાનદાર હતી જો કે ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. તે નિર્માતા નિર્દેશક બનવા માટે કોઇ વિચારણા કરતી નથી. હિન્દી ભાષાને લઇને પણ તેની સામે કેટલીક તકલીફ આવી રહી છે. જે તેના માટે પડકારરૂપ છે. હેપ્પી ભાગ જાગેગી ફિલ્મના તમામ ભાગમાં તે મુખ્ય સ્ટાર છે.

Related posts

એક્ટર અને વિલન મહેશ આનંદે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ

aapnugujarat

पद्मावत का हीरो मैं हूं शाहिद कपूर का दावा

aapnugujarat

કૃતિ ખરબંદા આલિયા અને દીપિકાને પસંદ કરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1