Aapnu Gujarat
મનોરંજન

ઉર્વશીની હેટ સ્ટોરી -૪ ફિલ્મ બીજી માર્ચે રજૂ કરાશે

બોલ્ડ અને સેક્સી ફિલ્મો માટે રસ ધરાવતા ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલાની નવી ફિલ્મ હેટ સ્ટોરી-૪ ફિલ્મ આગામી વર્ષે બીજી માર્ચના દિવસે રજૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. ઉર્વશી પોતે આ અંગેની જાહેરાત કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મને વહેલી તકે પૂર્ણ કરવાની પ્રક્રિયા અંતિમ દોરમાં પહોંચી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તે શાનદાર રોલમાં નજરે પડનાર છે. નેગેટિવ રોલમાં તે દેખાશે. હેટ સ્ટોરી -૪ ફિલ્મ બીજી માર્ચના દિવસે રજૂ કરવાની બાબતને સમર્થન મળી ગયુ છે. પંજાબી ફિલ્મો ડેડી કુલ મુન્ડે પુલ અને ટાઇગરમાં કરી ચુકેલી ઇશાના ઢિલ્લો પણ બોલિવુડમાં આ ફિલ્મ મારફતે એન્ટ્રી કરી રહી છે. ફિલ્મમાં કરણ વાહી, સુરજ પંચોલી અને ગુરમીત ચૌધરીની પણ ભૂમિકા રહેલી છે. આ ફિલ્મને વિશાળ પંડ્યા નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના ત્રીજા ભાગ હેટ સ્ટોરી–૩માં શરમન જોશી અને ઝરીન ખાને શાનદાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર અને ડેઝી શાહ પણ નજરે પડ્યા હતા. હેટ સ્ટોરી-૪ ફિલ્મમાં સુરવીન ચાવલા અને જય ભાનુશાલી પણ ભૂમિકા કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં લંડનમાં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મના શુટિંગને ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યુ છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મને લઇને તે ભારે આશાવાદી બનેલી છે. ઉર્વશી ફિલ્મોમાં મજબુત રીતે પગ જમાવી શકી નથી પરંતુ તેને શાનદાર અને મોટી ફિલ્મોમાં આઇટમ સોંગ કરવાની તક મળી રહી છે. હવે તે ફિલ્મમાં મોટા અને નેગેટિવ રોલને લઇને પોતાની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે. રાકેશ રોશનની ફિલ્મ કાબીલમાં તે આઇટમ સોંગમાં નજરે પડી હતી. જેને લોકોએ ખુબ પસંદ કરીને તેની પ્રશંસા પણ કરી હતી.

Related posts

અમિતાભ-ઇમરાન હાશ્મી એક સાથે ચમકશે

aapnugujarat

पठान के रोल में नजर आएंगे सैफ अली खान

aapnugujarat

एक्शन शैली के प्रति प्यार किसी से छिपा नहीं है : जॉन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1