Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગી ૨૬મીએ શાહજહાંની કબ્રની નજીક સમય વિતાવશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૨૬મી ઓક્ટોબરના દિવસે આગરા પહોંચનાર છે. અહીં યોગી તાજમહેલ જોવા પહોંચશે. આની સાથે જ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્વને લઇને કેટલીક રજૂઆત પણ કરશે. તાજમહેલને લઇને છેલ્લા કેટલાક દિવસથી ભારે હોબાળો થઇ ચુક્યો છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ યોગી આદિત્યનાથ ૧૭મી સદીના આ સ્મારકમાં અડધો કલાક રોકાશે. સાથે સાથે શાહજહાં અને મુમતાઝ મહેલની કબર ઉપર પણ જશે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ પ્રથમ વખત તાજમહેલ જોવા પહોંચશે. ઉત્તર પ્રદેશ પ્રવાસના મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ કહ્યું છે કે, આગરા પ્રવાસ દરમિયાન યોગી આ ખુબસુરત સ્મારકની અંદર ચીજોને પણ નિહાળશે. યમુનાની પાસે સૂચિત વિસ્તારનું નિરીક્ષણ પણ કરશે. તાજમહેલને લઇને થઇ રહેલા વિવાદ બાદ યોગી આગરા પ્રવાસની જાહેરાત કરી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસ સાથે સંબંધિત વિભાગના પુસ્તકમાં રાજ્યમાં વિકાસ યોજનાઓની યાદીમાં તાજમહેલને દૂર કરવાને લઇને વિવાદની શરૂઆત થઇ હતી. ત્યારબાદ ભાજપના નેતાઓએ તાજમહેલને લઇને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. ભાજપના નેતા સંદીપ સોમે તાજમહેલને ભારતીય ઇતિહાસ પર એક કલંક તરીકે ગણાવીને તેની ઝાટકણી કાઢી હતી જ્યારે ભાજપના નેતા વિનય કટિયારે કહ્યું હતું કે, તાજમહેલની જગ્યાએ પહેલા શિવમંદિર હતું. ગયા સપ્તાહમાં ગોરખપુરમાં એક રેલીને સંબોધતા યોગીએ તાજમહેલને ભારતના ગર્વ તરીકે ગણાવીને આને વિશ્વસ્તરીય સ્મારક તરીકે સંબોધીને ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી હતી. જ્યારે ગયા વર્ષે બિહારમાં એક રેલીમાં યોગીએ કહ્યું હતું કે, તાજમહેલ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું નથી.

Related posts

Landslides at Coal Mine in Odisha, 4 died

aapnugujarat

ભારતમાં બેરોજગારીનો દર ૮%

aapnugujarat

बिहार विधानसभा चुनाव के दूसरे चरण में 94 सीटों पर मतदान कल

editor

Leave a Comment

UA-96247877-1