Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ પૂરજોશમાં

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ડૉ. અજયકુમારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી આર.આર.ગોહેલ, મનનકુમાર તથા જિલ્લાભરનાં પ્રાંત અધિકારીઓ – મામલતદારો તૈયારી કરી રહ્યાં છે. ગીર-સોમનાથ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જેનો પ્રથમ વખત જ ઉપયોગ થવાનો છે તે વીવીપેટ ૧૬૦૦ મશીનો આ જિલ્લાને ફાળવાયા છે જે પૈકીનાં ૧૩૦૦ આવી ચૂક્યાં છે, તેવી જ રીતે ઈવીએમ બેલેટ યુનિટ ૧૪૦૦ તથા ૧૪૦૦ જેટલાં સીયુ કંટ્રોલ યુનિટ પણ આવી ચૂક્યાં છે જેની ચકાસણી અને બરોબર કામ કરે છે કે નહીં તેનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે.
આ તમામ મશીનો હથિયારબંધ પોીલસ જવાનોનાં સજ્જડ બંદોબસ્ત સાથે સલામત સ્ટ્રોંગરૂમમાં જિલ્લા સેવાસદનનાં નવા ભવનમાં ચાંપતી દેખરેખ સાથે રાખવામાં આવ્યાં છે. જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં સોમના, ઉના, તાલાલા અને અનુસુચિત જાતિ કોડીનાર જિલ્લાનાં ૧૦૫૦ બુથોમાં અપંગ મતદારો સરળતાથી મતદાન મથકમાં પહોંચી શકે તે માટે રેમ્પ ઢોળાવ, પીવાના પાણી, ટોયલેટની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, એટલું જ નહીં જિલ્લાનું એક મતદાન મથક માત્ર મહિલાઓ સંચાલિત જ રહેશે જેમાં બુથના અધિકારી – કર્મચારી તેમજ પોલીસ બધાંય મહિલાની જ નિમણૂંક અપાશે જેનું ગામ અને સ્થળ હવે પછી જાહેર થશે.
મધ્ય ગીરમાં આવેલું બાણેજ માત્ર એક મતદાર ધરાવતું મતદાન મથક હશે જેમાં માત્ર એક મતદાર માટે ખાસ મતદાન મથક ઉભું કરાશે અને તેને માટે ચૂંટણી વ્યવસ્થાનો આઠ લોકોનો સ્ટાફ, પોલીસ અને ગ્રામરક્ષક દળ વ્યવસ્થા બજાવશે અને તેને માટે ખાસ વાહનની વ્યવસ્થા પણ રહેશે.
ગીર-સોમનાથનાં ઉના નજીક બાણેજ જગ્યાનાં મહંત ભરતદાસ બાપુ છે જેની વિશેષતા ભારતની પ્રત્યેક ચૂંટણી વખતે લેવાય છે. તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ.સંપથે જે-તે સમયે ગુજરાત-હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જાહેર કરેલ ત્યારે તેની સાથે જ ગુજરાતનું બાણેજ ગૌરવભેર એકમાત્ર મતદાર ધરાવતું ભારતનું મતદાન મથક હોવાની જાણકારી પત્રકારોને રાષ્ટ્રીય લેવલે આપી હતી.
બાપુ મતદાન માટેનું ચૂંટણીકાર્ડ પણ ધરાવે છે જેમાં નિરવાણ ભરતદાસગુરુ, દર્શનદાસ નિરવ ઘર નં.૧, ઉ.વ.૬૬, પુરુષ દર્શાવેલ છે. મહંત ભરતદાસ બાપુ છેલ્લાં ૧૫ વર્ષથી ગીરના આ જંગલ મધ્યે આવેલ શિવાલય ખાતે પૂજારી તરીકે ફરજ બજાવે છે. વિધાનસભાની ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૨ની ચૂંટણીમાં તેઓએ મતદાન કરેલ છે તેમજ ૨૦૦૪ની લોકસભા માટે પણ મતદાન કરેલ છે.
આ મતદાન મથક એવું છે કે કે ગીરનાં જંગલમાં ૨૦ કિ.મી. સુધી ઉંડાણમાં જવું પડે અને મોબાઈલનો કોઈ ટાવર અહીં લાગુ પડતો નથી જેથી સંદેશા વ્યવહાર પણ મુશ્કેલરૂપ છે.
આ મતદાન મથકમાં માત્ર એક બાપુ મત આપી દે એટલે એ બુથનું ૧૦૦ ટકા મતદાન ગણાય જાય. બાપુ ભલે સવારનાં સાત વાગ્યે મત આપી દે પરંતુ આઠથી દસનો ચૂંટણી સ્ટાફને તો સાંજના પાંચ સુધઈ તે સ્થળે રહેવું જપડે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાણેજમાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાંથી ગંગાનું પાણી વહેવાનું શરૂ થયું હતું અને મંદિરની પાસેથી જ ગંગા નદી વહે છે. મંદિરની આસપાસ મોર, હરણ, ક્યારેક-ક્યારેક સાવજ સહિય અન્ય વન્ય પ્રાણીઓ પણ નજરે પડે છે. લોકોની અવર-જવર અહીં ઓછઈ છે. રસ્તો એકદમ કાચો અને ગાઢ જંગલમાંથી પસાર થાય છે. બાણેજમાં પ્રવેશની ચેકપોસ્ટ ઉપર સાંજ પછી પ્રવેશબંદી રહેતી હોય છે.
બાણેજ અંગે એવી માન્યતા છે કે, મહાભારતનાં સમયમાં માતા કુંતાજી પુત્ર અર્જુન સાથે ગીરનાં જંગલમાં ફરતાં હતાં ત્યારે તેમને તરસ લાગતાં અર્જુને તુરંત જ પોતાનું બાણ કાઢી જમીનમાં માર્યું અને જળધારા સ્વરૂપે ગંગાજી પ્રક્ટ થયાં. માતા કુંતો આ પાણીથી પોતાની તરસ છીપાવી હતી અને બાદમાં અહીં જે શિવલિંગ સ્થાપવામાં આવ્યું તેને બાણગંગેશ્વર નામ આપવામાં આવ્યું. એક કથા તો એવી પણ છે કે તળેટીમાં આ જગ્યા ઉપર પર્વતનો આકાર બાણ જેવો ઘાટ ધરાવતો હોવાથી આ જગ્યાનું નામ બાણેજ પડ્યું.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

सोने-चांदी की कीमतों में गिरावट

aapnugujarat

ટ્રેનને ગુણવત્તાને આધારે રેટિંગઃ ખરાબ સ્ટેશનનું લિસ્ટ પણ જાહેર થશે

aapnugujarat

ધોરાજીમાં રક્ત દાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1