Aapnu Gujarat
ગુજરાત

મોબાઇલ ચોર મહિલા ઝડપાઈ

એસઓજી ક્રાઇમબ્રાંચ દ્વારા શહેરમાંથી પેટ્રોલીંગ દરમ્યાન એક મોબાઇલ ચોર મહિલાને રંગેહાથ ઝડપી લીધી હતી. એસઓજી ક્રાઇમબ્રાંચે આરોપી મહિલાની હાથ ધરેલી પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આરોપણ મહિલાએ શહેરમાં નવા વાડજ, વડોદરા અને નડિયાદ શહેરમાં પણ મોબાઇલ ચોરીના ગુના આચર્યા છે. એસઓજી ક્રાઇમબ્રાંચે સીઆરપીસીની કલમ-૪૧(૧) આઇ હેઠળ પકડી તેની વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે. એસઓજી ક્રાઇમબ્રાંચે આરોપણ મહિલા અશ્મીબહેન વિકાસભાઇ પરમાર(છારા) બરોડા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના ગુનામાં તેને ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરી હતી. એસઓજી ક્રાઇમબ્રાંચે આરોપણ મહિલાની પૂછપરછ કરી તેમાં ખુલાસો થયો હતો કે, આરોપણ મહિલાએ શહેરના નવા વાડજ વિસ્તારમાં, નડિયાદ ટાઉન વિસ્તારમાં પણ મોબાઇલ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ અને તપાસ ચાલુ રાખી છે.

Related posts

કાંકરેજ ના પાદરડી મુકામે PHC કેન્દ્ર ઝાલમોર દ્વારા ચેકઅપ કેમ્પ નું આયોજન…

aapnugujarat

ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળેથી દંડ લેશે નહીં

aapnugujarat

તલોદમાં રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1