Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ ના પાદરડી મુકામે PHC કેન્દ્ર ઝાલમોર દ્વારા ચેકઅપ કેમ્પ નું આયોજન…

કાંકરેજ ના પાદરડી મુકામે PHC કેન્દ્ર ઝાલમોર દ્વારા ચેકઅપ કેમ્પ નું આયોજન…

તાવ, શરદી, ખાંસી વાળા દર્દી ની કરાઈ તપાસ…..

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર

કાંકરેજ તાલુકા ના પાદરડી ખાતે ટી.એચ.ઓ ડોક્ટર બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોર ના M.O ડૉ. કુલદીપ ચાવડા ના સુપરવિઝન તથા મ.પ.હે. સુ એમ. બી. રાઠોડ માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોર દ્વારા તાવ, ખાંસી, અને શરદી વાળા દર્દી નું ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો.કે દેશ માં ચાલી રહેલી મહામારી થી બચવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જો.કે વધુ વાત કરીએ તો આ વાયરસ ખૂબ જ ગંભીર રીતે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ ,પોલીસ તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. ત્યારે ઝાલમોર ના phc સેન્ટર દ્વારા પાદરડી ગામે આરોગ્ય ની ટિમ દ્વારા એક એક વ્યક્તિ ને તાવ, શરદી ખાંસી, જેવી બીમારી હોય તો જરૂરી દવા આપી મદદ રૂપ બની રહ્યું છે. કમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરહીન .એ.સાંચોરા, fhw કૈલાસબેન પટેલ, mphw સુભાસ કુમાર રાષ્ટ્રપાલ તેમજ આશાવર્કર તેમજ ગામ ના સરપંચ મેતુજી વાઘેલા સાથે મળી ગામ ના લોકો ને એક એક મીટર ના અંતરે ઉભા રાખી ચેકઅપ કરવામાં આવ્યું હતું…

Related posts

सब्जियों पर भी अब गर्मी की मार : किंमते बढी

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની બિન અધિકૃત ખનન પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે લાલ આંખ

editor

Acharya Devvrat takes sworn as new Governor of Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1