Aapnu Gujarat
ગુજરાત

નારોલમાં ભાઇના મોતનો બદલો લેવા મિત્રએ જ મિત્રની હત્યા કરી

નારોલ વિસ્તારમાં ચારેક દિવસ પહેલાં પથ્થર વડે મોંઢુ છૂંદી નાંખી એક યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે હાથ ધરેલી ઝીણવટભરી તપાસમાં દિલીપ કુલકર્ણી નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, તેણે પોતાના ભાઇના મોતનો બદલો લેવા મનજીત નામના યુવકની પથ્થર વડે મોંઢુ છૂંદી કાઢી તેની હત્યા કરી નાંખી હતી. આરોપી દિલીપ કુલકર્ણી અને તેનો ભાઇ બંને મરનાર મનજીતના સારા મિત્રો હતા પરંતુ થોડા સમય પહેલાં એક ્‌અકસ્માતમાં મનજીતના બે મિત્રો માર્યા ગયા હતા, જેમાં એક યુવક આરોપી દિલીપ કુલકર્ણીનો ભાઇ હતો, જેથી આરોપી દિલીપ કુલકર્ણીને શંકા હતી કે, તેના ભાઇનું અકસ્માતે મોત નહી પરંતુ મનજીતે હત્યા કરી નાંખી છે, તેથી તે અદાવતના ભાગરૂપે દિલીપ કુલકર્ણીએ પોતાના ભાઇના મોતનો બદલો લેવા તેમના મિત્ર એવા મનજીતનું પથ્થર વડે મોંઢુ છૂંદી કાસળ કાઢી નાંખ્યું હતું. ચારેક દિવસ પહેલાં શહેરના નારોલ સર્કલથી સરખેજ જવાના રોડ પર એક યુવકની લોહીથી લથપથ લાશ પડી હોવા અંગેના મસેજ વટવા પોલીસને મોડી રાત્રે મળ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવક ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના આશરાનો જણાયો હતો. તેના મોંઢા પર પથ્થર વડે હુમલો કરાયો હતો અને તેનું મોંઢુ ખરાબ રીતે છૂંદી નાંખવાનો પ્રયાસ થયો હતો કે જેથી લાશની ઓળખ ના થઇ શકે. પોલીસે આ પ્રકરણમાં હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, વટવા વિસ્તારમાં શાહવાડી ખાતે રહેતો મનજીત નાઇ નામનો યુવક રવિવારથી ગાયબ છે, તેથી પોલીસે તેના માતા-પિતાને સાથે રાખી મરનાર યુવકની લાશ બતાવી ખરાઇ કરાઇ તો માલૂમ પડયું કે, લાશ મનજીતની જ છે. જેથી પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં મરનાર મનજીતના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે, છ મહિના પહેલાં મનજીત અને તેના બે મિત્રો બાઇક પર ગયા હતા એ વખતે ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રોનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે અક્સ્માતમાં માર્યા ગયેલા યુવકોના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી તો તે પૈકી મરનાર એક યુવકના ભાઇ દિલીપ ઉદયશંકર કુલકર્ણીના હાથમાં ઇજાના નિશાન જોયા હતા, જેથી પોલીસે તે અંગે કડકાઇથી પૂછપરછ કરતાં દિલીપ ભાંગી પડયો હતો અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો કે, તેણે પોતાના ભાઇના મોતનો બદલો લેવા મનજીત નામના યુવકની પથ્થર વડે મોંઢુ છૂંદી કાઢી તેની હત્યા કરી નાંખી હતી. આરોપી દિલીપ કુલકર્ણી અને તેનો ભાઇ બંને મરનાર મનજીતના સારા મિત્રો હતા પરંતુ થોડા સમય પહેલાં એક ્‌અકસ્માતમાં મનજીતના બે મિત્રો માર્યા ગયા હતા, જેમાં એક યુવક આરોપી દિલીપ કુલકર્ણીનો ભાઇ હતો, જેથી આરોપી દિલીપ કુલકર્ણીને શંકા હતી કે, તેના ભાઇનું અકસ્માતે મોત નહી પરંતુ મનજીતે હત્યા કરી નાંખી છે, તેથી તે અદાવતના ભાગરૂપે તેણે પોતાના ભાઇના મોતનો બદલો લેવા તેમના મિત્ર એવા મનજીતનું પથ્થર વડે મોંઢુ છૂંદી હત્યા કરી નાંખી હતી. પોલીસે દિલીપ કુલકર્ણી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કડી હિન્દુ યુવા વાહિની દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

editor

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ : યશપાલ અને ઇન્દ્રવદનના રિમાન્ડ મંજૂર

aapnugujarat

सरकार अंग्रेज बनने की कोशिश करेगी तो आम आदमी के पास भगत सिंह बनने के अलावा और कोई विकल्प नहीं हैं : हार्दिक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1