Aapnu Gujarat
ગુજરાત

ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળેથી દંડ લેશે નહીં

ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકો કે નાગરિકો પાસેથી જાહેરમાર્ગ પર સ્થળ પર દંડ વસૂલશે નહી પરંતુ ઇ-ચલણ અને મોબાઇલ એપ મારફતે ઇ મેમોની બજવણી કરી દંડની વસૂલાતની કાર્યવાહી કરશે એ મતલબની મહત્વની જાહેરાત આજે શહેર ટ્રાફિક પોલીસ તરફથી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્થળ પર દંડ વસૂલાતની કાર્યવાહી બંધ કરાઇ છે, એક મહિના સુધી તેની સમીક્ષા અને પરિણામો બાદ તેને કાયમી ધોરણે અમલી બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરાશે. આ અંગે શહેરના ટ્રાફિક શાખાના અધિક પોલીસ કમિશનર સુધીરકુમાર દેસાઇએ અત્રે જણાવ્યું હતું કે, હાલ અમદાવાદ શહેરમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ(એટીપી) એપ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા વાહનચાલકોના ફોટ આ એપ મારફતે કેપ્ચર કરી તેને સીએસઆઇટીએમએસ અને સીસીટીવી કંટ્રોલ રૂમ ખાતે મોકલી અપાય છે અને ત્યારબાદ ઇ ચલણ જનરેટ કરી કસૂરવાર વાહનચાલકોને ઇ ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. ઉપરાંત કેમેરા દ્વારા સીએસઆઇટીએમએસ પ્રોજેકટ હેઠળ પણ ઇ ચલણ જનરેટ કરવાની કામગીરી ચાલુ છે. આમ, આ ટેકનોલોજીની મદદથી સીએસઆઇટીએમએસ કંટ્રોલ રૂમ દ્વારા રોજના પાંચ હજારથી વધુ ઇ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે. ઇ ચલણ જનરેટ થયા બાદ તેને પોસ્ટ વિભાગ દ્વારા બજવણી અર્થે મોકલી અપાય છે. આ કામગીરીમાં જુદા જુદા પ્રકારના મેમા અને જરૂરી કાર્યવાહી હાલ અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલથી લઇ પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓ મારફતે હાથ ધરાઇ રહી છે. ઉપરોકત સીસ્ટમનો અસરકારક અને મહત્તમ ઉપયોગ થઇ શકે તે હેતુથી શહેરના તમામ ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ મથકના તમામ કર્મચારીઓ એટીપી એપનો ઉપયોગ કરે તો ઇ ચલણ જનરેટની માત્રા વધારી શકાય તેમ છે. આવનારા દિવસોમાં હજુ વધુ ઇ ચલણ જનરેટ કરવાનું અમારું ટાર્ગેટ છે. તેથી સ્થાનિક પોલીસ મથકના કર્મચારીઓને પણ આ નવતર સીસ્ટમાં સામેલ કરાશે. આ સંજોગોમાં શહેરમાં સ્થળ દંડ અને અન્ય મેમા બનાવવાની કામગીરી માત્ર પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેકટરને સોંપવામાં આવી છે અને હાલ પૂરતી એક મહિના સુધી સ્થળ દંડ વસૂલાતની મેન્યુઅલી પ્રક્રિયા પ્રાયોગિક ધોરણે બંધ કરવામાં આવી છે.

Related posts

દિયોદર માં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનો પર શાંતિપૂર્ણ માહોલમાં અનાજ નું વિતરણ….

editor

ગુજરાતમાં કોરોના વાયરસના ૧૧ કેસ નોંધાયા

aapnugujarat

ધ્રાંગધ્રા પીપલ્સ કો. ઓપરેટીવ બેંકને RBI દ્વારા રુપિયા 2 લાખનો દંડ

editor

Leave a Comment

UA-96247877-1