Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બ્લેકમની : બોગસ લેવડદેવડ કરનાર કંપનીઓનો પર્દાફાશ

કેન્દ્ર સરકારે આજે માહિતી આપી હતી કે, ૧૩ બેંકોએ નોટબંધી બાદ જુદી જુદી બેંક ખાતામાં ખોટી લેવડદેવડની મહત્વપૂર્ણ માહિતી આપી દીધી છે. કંપની મામલાઓના મંત્રાલયે માહિતી આપી છે કે, તેને બે લાખ નવ હજાર ૩૨ શકમંદ કંપનીઓમાંથી ૫૮૦૦ કંપનીઓની બેંક લેવડદેવડ અંગેની માહિતી મળી છે. ૫૮૦૦ શકમંદ કંપનીઓ દ્વારા નોટબેન બાદ લેવડદેવડની માહિતી હાથ લાગ્યા બાદ આની તપાસ થઇ રહી છે. બેંકો પાસેથી આ અતિમહત્વપૂર્ણ માહિતી સરકારને હાથ લાગી છે. આ ૫૮૦૦ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે. બેંકોએ સરકારને આ કંપનીઓના ૧૩૧૪૦ ખાતાઓની માહિતી ઉપલબ્ધ કરાવી છે. મંત્રાલયે કહ્યું છે કે, કેટલીક કંપનીઓએ પોતાના નામ ઉપર ૧૦૦થી પણ વધારે બેંક ખાતા ખોલાવ્યા હતા. આમાથી એક કંપનીના નામ ઉપરથી ૨૧૩૪ ખાતાઓ પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કંપનીના નામ ઉપર ૯૦૦થી વધારે જ્યારે અન્ય એક કંપનીના નામ ઉપર ૩૦૦ ખાતાઓ મળી આવ્યા છે. લોન એકાઉન્ટને અલગ કરી દેવામાં આવ્યા બાદ નોટબંધીના દિવસે એટલે કે ૮મી નવેમ્બર ૨૦૧૬ સુધી આ કંપનીઓના ખાતામાં માત્ર ૨૨.૦૫ કરોડ રૂપિયા હતા જે એ ગાળામાં જમા કરવામાં આવ્યા હતા. મોડેથી કેટલાક કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. સરકારે કહ્યું છે કે, કંપનીના નામ ઉપર અનેક ખાતા પકડી પાડવામાં આવ્યા છે જેમાં ૮મી નવેમ્બરના દિવસે ખુબ ઓછી રકમ હતી અથવા તો ખાતા માઇનસમાં જતા રહ્યા હતા. ૯મી નવેમ્બર ૨૦૧૬ બાદથી એવી કંપનીઓને રદ કરવા માટેની તારીખ સુધી કંપનીઓએ પોતાના ખાતામાં કુલ ૪૫૭૩.૮૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને ૪૫૫૨ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
આ કંપનીઓના લોન એકાઉન્ટની વાત કરવામાં આવે તો તેમના ઓપનિંગ બેલેન્સ માઇનસમાં ૮૦૭૯ કરોડ રૂપિયા છે. સરકારે આ બાબત ઉપર હેરાનગતિ વ્યક્ત કરી છે કે, કેટલીક કંપનીઓએ તો પ્રતિબંધ બાદ પણ પૈસા જમા કરાવવા અને ઉપાડવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. દાખલા તરીકે એક બેંકમાં ૪૨૯ કંપનીઓના ખાતામાં ૮મી નવેમ્બર ૨૦૧૬ સુધી એક પણ પૈસા ન હતા પરંતુ મોડેથી આ ખાતાઓ મારફતે ૧૧ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી અને ઉપાડી લેવામાં આવી હતી. નોટબંધી બાદ બોગસ કંપનીઓ ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. જીએસટી લાગૂ થયાથી પહેલા એક લાખ સેલ કંપનીઓ ઉપર તાળા લગાવી દેવાની વાત વડાપ્રધાન મોદી પોતે કરી ચુક્યા છે.

Related posts

CCD owner VG Siddhartha’s body found from Netravathi river in Mangaluru

aapnugujarat

PM आवास योजना-ग्रामीण के तहत सिर्फ 54% घरों का हुआ निर्माण

editor

રાજસ્થાન ચૂંટણી : ભાજપે જાહેર કરી ૧૩૧ ઉમેદવારોની પ્રથમ યાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1