Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, કેવીપી, પીપીએફ માટે આધાર ફરજિયાત

સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરી લીધો છે. સરકારે તમામ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, પીપીએફ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને કિસાન વિકાસ પત્ર માટે બાયોમેટ્રિક આઇડેન્ટીફિકેશન આધારને ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન થાપણદારોને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધીનો સમય ૧૨ આંકડાના યુનિક નંબર આપવા માટે કહેવામાં આવ્યું છે. નાણામંત્રાલય દ્વારા ચાર જુદા જુદા ગેજેટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યા છે જેમાં તમામ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ ખાતા ખોલવા માટે આધારને ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે. પબ્લિક પ્રોવિડંડ ફંડ (પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેશન સ્કીમ અને કિસાન વિકાસ પત્ર ડિપોઝિટ માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. ૨૯મી સપ્ટેમ્બરની તારીખે જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આધાર નંબર ખુબ મહત્વપૂર્ણ છે. ડિપોઝિટરને આધાર માટે નોંધણીની અરજીના પુરાવા રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા બેંક ખાતાઓ માટે આધારને ટાંકવા માટે કહેવામાં આવ્યું છે. મોબાઇલ નંબર અને અન્ય કેટલીક સુવિધાઓ પણ ઉપયોગી બની ગઈ છે. બેનામી સોદાબાજી, બ્લેકમનીને બહાર કાઢવા માટે સરકાર દ્વારા એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. ગયા મહિને સરકારી સ્કીમના લાભ લેવા માટે તથા સબસિડી મેળવી લેવા માટે આધાર મેળવી લેવા માટેની મહેતલને લંબાવી દીધી હતી. આ મહેતલને ૩૧મી ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી હતી. અગાઉ આધાર નહીં ધરાવતા લોકોને ૩૦મી સપ્ટેમ્બર સુધી આધાર મેળવી લેવા માટે કહેવામાં આવ્યું હતું. ગરીબ મહિલાઓને એલપીજી સહિત ૧૩૫ સ્કીમોને પણ આવરી લેવામાં આવી છે જેમાં કેરોસીન, ખાતર સબસિડીનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોને લઇને આધારની વાત થઇ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પોસ્ટ ઓફિસમાં જો કોઇ વ્યક્તિનું જમા ખાતુ છે તો હવે પીપીએફમાં પૈસા જમા કરાવવામાં આવે છે તો ટુંક સમયમાં જ પોતાના ખાતાને આધાર સાથે લિંક કરી દેવામાં આવશે. સરકાર તમામ પોસ્ટ ઓફિસ જમા ખાતા માટે આધારને ફરજિયાત કરી ચુકી છે. નાણામંત્રાલય દ્વારા જાહેરનામા જારી કરવામાં આવી ચુક્યા છે. ૩૫ મંત્રાલયોની ૧૩૫ યોજનાઓને વિસ્તરણ હેઠળ આવરી લેવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક્સટેન્શનમાં ૧૯૮૫ની એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ માટે પણ લાગૂ થાય છે. સ્કોલરશીપ, હાઉસિંગ સબસિડીના લાભનો પણ સમાવેશ થાય છે.

Related posts

Gujarat cadre IAS officer Ravi Kumar Arora appointed as PS

aapnugujarat

भारतीय रेलवे दुनिया की पहली ग्रीन रेलवे होगी : गोयल

aapnugujarat

પ્રાદેશિક પક્ષોમાં શિવસેનાને સૌથી વધુ દાન મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1