Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન ચૂંટણી : ભાજપે જાહેર કરી ૧૩૧ ઉમેદવારોની પ્રથમ યાદી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૧૩૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ૧૨ મહિલા અને ૩૨ યુવા ઉમેદવારોને સામેલ કરાયા છે. આ ઉપરાંત પાર્ટીએ ૧૭ એસસી અને ૧૯ એસટી ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે.પાર્ટીએ જાહેર કરેલી ૧૩૧ ઉમેદવારોની પ્રથમ યાદીમાં ૮૫ વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ કરવામાં સામેલ છે. અને ૨૫ નવા ઉમેદવારો ઉપર પણ પાર્ટીએ ભરોસો મૂક્યો છે. વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપે ૧૬૩ બેઠક જીતી ઈતિહાસ રચ્યો હતો. નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા આજથી શરુ થઈ ગઈ છે.રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ બેઠક છે. જેમાં ૧૪૨ બેઠક સામાન્ય, ૩૩ બેઠક અનુસૂચિત જાતિ અને ૨૫ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજસ્થાન ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ ૧૯ નવેમ્બર છે. નામ પરત ખેંચવાની તારીખ ૨૨ નવેમ્બર છે. રાજ્યમાં ૭ ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે. અને ૧૧ ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.પાર્ટીએ જૂના ચહેરાઓ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. એવું કહેવાતું હતું કે, ભાજપ એન્ટી ઈનકમ્બેન્સીને ખતમ કરવા મોટી સંખ્યામાં ટિકિટો કાપી શકે છે. પરંતુ જાહેર થયેલી પ્રથમ યાદીમાં એવું કંઈ જણાઈ રહ્યું નથી. માત્ર બે પ્રધાનો સહિત ૨૩ ધારાસભ્યોની જ ટિકિટ કપાઈ છે.

Related posts

ઇન્ડિયન મુઝાહીદ્દીન સંગઠનમાં ભાગલા પડ્યાં

aapnugujarat

કોમનવેલ્થમાં ભારતની સ્વર્ણિમ સફર સમાપ્ત : ૬૬ મેડલ જીત્યા

aapnugujarat

पाकिस्तानी सेना की फायरिंग में दो भारतीय जवान शहीद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1