Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇન્ડિયન મુઝાહીદ્દીન સંગઠનમાં ભાગલા પડ્યાં

ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાને અંજામ આપી રક્તપાત સર્જનાર ત્રાસવાદી સંગઠન ઇન્ડિયન મુજાહીદીન પણ હવે બે ભાગમાં વિભાજિત છે. આ સંગઠનના બે સિનિયર લીડરો આ ગ્રુપને બે જુદી જુદી રીતે ચલાવી રહ્યા છે. બે સિનિયર લીડરો અહેમદ ઝરાર ઉર્ફે યાસીન ભટ્ટકલ અને મોહમ્મદ કાતિલ સિદ્ધીકી સંગઠનને સમાંતર રીતે ચલાવી રહ્યા છે. આ બે સિનિયર લીડરો વચ્ચે વૈચારિક અને ઓપરેશનલ મતભેદો ઉભા થઇ ગયા છે. જેથી આ સંગઠનને જુદી જુદી રીતે ચલાવવામાં આવે છે. ઇન્ડિયન મુજાહીદીનના એક્ટિંગ ચીફ અને હાલમાં ઝડપાઇ ગયેલા ખતરનાક તહેસીન અખ્તર ઉર્ફે મોનુએ પુછપરછ કરી રહેલા તપાસ અધિકારીઓ સમક્ષ કેટલીક ચોંકાવનારી કબુલાત કરી હતી. આઠમી જુન ૨૦૧૨ના દિવસે પુણેની યરવાડા જેલમાં માર્યા ગયેલા કાતિલે મુખ્ય લીડરશીપના કેટલાક સભ્યોને પાંછા પણ ખેંચી લીધા હતા. રિયાઝ ભટ્ટકલ અને યાસીન ભટકલના નેતૃત્વમાં રહેલા મુખ્ય સંગઠનમાંથી કેટલાક લીડરોને ખેંચી લેવામા આવ્યા બાદ તેને ફટકો પડયો હતો. થોડાક સમય પહેલા ભારત-નેપાળની સરહદ પરથી ઇન્ટેલિજન્સ સંસ્થાઓ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવેલા તહેસીને કેટલાક અન્ય દાવા પણ કર્યા હતા. સુરક્ષા સંસ્થાઓ દ્વારા તેની પુછપરછ હજુ પણ ચાલી રહી છે. તહેસીનના કહેવા મુજબ કાતિલ યાસિન ભટ્ટકલથી કેટલાક કારણોને લઇને અલગ થઇ ગયો હતો. સંગઠનમાં યાસિન દ્વારા જ તેની ભરતી કરવામાં આવી હોવા છતાં કાતિલ યાસિનની કેટલીક વાત માનવા માટે તૈયાર ન હતો.આઇએમના જુદા જુદા સભ્યો તેમની કામગીરી કેવી અને શુ હોવી જોઇએ તેને લઇને વિરોધમાં હતા. આઇએમ દ્વારા ભારતમાં કેટલાક હુમલાને અંજામ આપવામાં આવ્યા છે.

Related posts

मालदीव में प्रधानमंत्री मोदी को मिलेगा सर्वोच्च नागरिक सम्मान ‘निशान इज्जुद्दीन’

aapnugujarat

સેંસેક્સમાં ૨૨૪ પોઇન્ટનો કડાકો

aapnugujarat

મોદી સરકારે દેશભરમાં લાગું કર્યો CAA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1