Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

કોમનવેલ્થમાં ભારતની સ્વર્ણિમ સફર સમાપ્ત : ૬૬ મેડલ જીત્યા

ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શાનદાર સફરની પૂર્ણાહૂતિ થઇ છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ૨૬ ગોલ્ડ મેડલ જીતીને જોરદાર સપાટો બોલાવ્યો છે. કુલ ૬૬ ચંદ્રકો ભારતે જીત્યા છે જેમાં ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં ગ્લાસગોવ કોમનવેલ્થ ગેમમાં જીતેલા ૬૪ ચંદ્રકો કરતા પણ આ વખતે ભારતીય ટીમનો દેખાવ વધારે શાનદાર રહ્યો છે. ગોલ્ડ કોસ્ટમાં ભારતીય ટીમે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાને રહીને તમામને ચોંકાવી દીધા છે. ભારતનો શાનદાર દેખાવ આવનાર સમયમાં જારી રહે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. બારતે ૧૫ રમતોમાં ભાગ લઇને ૯માં મેડલ જીત્યા છે. ભારતે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦૧ ચંદ્રકો જીત્યા હતા જ્યારે ૨૦૦૨માં માન્ચેસ્ટર ખેલમાં ૬૯ ચંદ્રકો જીત્યા હતા. ભારત માટે શૂટિંગ ઇવેન્ટમાં મોટી સફળતા જોવા મળી હતી. શૂટિંગમાં આ વખતે ભારતીય શૂટરોએ સાત સુવર્ણ ચંદ્રક જીતી સપાટો બોલાવ્યો હતો. કુલ ૧૬ ચંદ્રકો ભારતે આ વખતે જીત્યા હતા. ભારત તરફથી અનિશ ભાનવાલા, મેહુલી ઘોષ, મનુ ભાકર જેવા યુવા ખેલાડીઓએ બાજી રાખી હતી. આ યુવા શૂટરો ઉપરાંત હિના સિંધુ, જીતુ રાય, તેજસ્વીની સાવંત જેવા અનુભવી શૂટરો પણ છવાયેલા રહ્યા હતા. જો કે, ગગન નારંગ માટે આ કોમનવેલ્થ ગેમ્સમાં નિરાશા રહી હતી. ભારતે વેઇટલિફ્ટિંગમાં પણ નવ ચંદ્રક જીત્યા છે જેમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોઝનો સમાવેશ થાય છે. મીરાબાઈ ચાનુ, સંજીતા ચાનુએ ભારતને ગોલ્ડ અપાવ્યા હતા. જ્યારે પૂનમ યાદવે પણ ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. બેડમિંટનમાં પણ ભારતે કુલ છ ચંદ્રક જીત્યા છે. ભારતે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે સાથે મહિલા સિંગલ્સમાં ગોલ્ડ અને સિલ્વર બંને જીત્યા હતા. મહિલા સિંગલ્સ ફાઈનલમાં સાઇના નેહવાલે ભારતની જ પીવી સંધુ ઉપર જીત મેળવી હતી. પુરુષોના સિંગલ્સમાં ભારતના કિદાંબી શ્રીકાંતને ફાઈનલમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મલેશિયાના લી ચેંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભારતીય ટીમનો દેખાવ ધરખમ રહ્યો હતો. ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મહિલા સિંગલ્સમાં મનિકા બત્રાએ ગોલ્ડ મેડલ અને પુરુષ ડબલ્સ અને મહિલા ડબલ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યા હતા. બોક્સિંગમાં ભારતે નવ ચંદ્રક જીત્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સીલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. મેરી કોમે ગોલ્ડ જીતીને સાબિતી આપી હતી કે, વયની તેના ઉપર કોઇ અસર દેખાઈ રહી નથી. એથ્લેટિક્સમાં પણ ભારતને ત્રણ ચંદ્રક મળ્યા હતા. હોકીમાં ભારતીય ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. પુરુષ અને મહિલા બંને ટીમો બ્રોન્ઝ મેડલની સ્પર્ધામા ંહારી ગઈ હતી. આજે બેડમિંટનમાં ફાઇનલ મેચમાં સાયનાએ સિંધુ ઉપર જીત મેળવી હતી.

પોતાના પિતા માટે કોઇની સાથે પણ લડશે : સાયના
સાયના નેહવાલે આજે કહ્યું હતું કે, તેને કોમનવેલ્થ ગેમ્સ પહેલા ખેલ ગામમાં રોકાવવાને લઇને પોતાના પિતા માટે અવાજ ઉઠાવવા સંદર્ભે કોઇ દુખ નથી. એ વખતે સાયનાએ સિંગલ્સ અને ટીમ સ્પર્ધાથી હટવાની પણ ધમકી આપી દીધી હતી. સાયનાએ આજે પોતાની સાથી ખેલાડી અને પ્રથમ ક્રમાંકિત પીવી સંધુને હાર આપ્યા બાદ કહ્યું હતું કે, તેને પોતાના પિતા માટે કોઇની સાથે પણ સંઘર્ષ કરવામાં ઘભરાતી નથી. લોકોનું કહેવું છે કે તેના દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સાયનાએ એમ પણ કહ્યું હતું કે, તેના પિતાને ખેલ ગામમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. સાયનાએ એમ પણ કહ્યું હતું કે, તેને એમ કહેવામાં આવ્યું હતું કે, તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેને આ અંગે માહિતી રહી હોત તો હોટલમાં રુમ બુક કરાવવાને લઇને કોઇ તકલીફ ન હતી. તેમને પ્રાઇવેટ કોચનો માન્યતા પત્ર પણ મળ્યો હતો. સાયનાનું કહેવું છે.

Related posts

સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં સુધાર થયો : જેટલી

aapnugujarat

ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને દેશનો હીરો ગણાવ્યો

aapnugujarat

पिछले साल कम टेस्ट क्रिकेट खेलने से स्मिथ की फॉर्म खराब : लाबुशैन

editor

Leave a Comment

UA-96247877-1