Aapnu Gujarat
મનોરંજન

સ્ટાર નિકોલ કિડમેને હવે સ્થાનિક હિંસાની વાત કરી

ટીવી શો બિગ લિટિલ લાઇઝમાં સ્થાનિક હિંસાની શિકાર થયેલી મહિલાનો રોલ અદા કરીને ભારે લોકપ્રિયતા મેળવી લેનાર અને એવોર્ડ પણ પોતાના નામ પર કરી લેનાર અભિનેત્રી નિકોલ કિડમને એક ખુલ્લો પત્ર લઇને હાલમાં સ્થાનિક હિંસાનો શિકાર થઇ રહેલી મહિલાઓનો મામલો ઉઠાવ્યો છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે નિકોલ કિડમેને આ પત્ર પોર્ટર મેગેજિનના નવા મુદ્દા પર લખ્યો છે. નિકોલે કહ્યુ છે કે આ બાબત તેની સાથે ક્યારેય બની નથી કે એક બાળકી તરીકે જન્મી છે તો તેને નુકસાન થયુ છે. આ વિચાર તેના ડીએનએના હિસ્સા તરીકે છે. તેનુ કહેવુ છે કે પુરૂષો અને મહિલાઓ એક સમાન છે. તેમનો એકસમાન દરજ્જો છે. તેનુ કહેવુ છે કે એક મજબુત નારીવાદી માતા અને પિતાનુ જમજબુત સમર્થન કેરિયરમાં મળ્યુ છે. તેમના કારણે તે હોલિવુડ કેરિયરને ખુબ આગળ વધારી શકી છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ કેટલાક સારા પ્રોજેક્ટ અને સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે. સંયુક્ત રાષ્ટ્રની જુદી જુદી કામગીરી માટે પણ તે સક્રિય થયેલી છે. દુનિયાભરમાં મહિલાઓ કઇ કઇ તકલીફનો સામનો કરી રહી છે તે બાબતથી તે વાકેફ હોવાના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે. તે હવે મહિલાઓ સાથે જોડાયેલા વિષય પર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂઆત કરી રહી છે. ગયા મહિવામાં જ એમી એવોર્ડ જીતી જનાર અભિને૬ી નિકોલ કિડમને કહ્યુ છે કે તે એવી મહિલાઓ સુધી પોતાના અવાજને પહોંચાડી રહી છે જે હિંસાના અનુભવમાંથી નિકળી ચુકી છે. તેમની લાઇફને તે નજીકથી નિહાળી ચુકી છે. આગામી સમયમાં મહિલાઓ માટે લડત ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે.

Related posts

ફિલ્મ જગતમાં રેપ નથી થતો જે થાય છે તે સહમતીથી થાય છે : રાખી સાવંત

aapnugujarat

પીટી ઉષા પર ફિલ્મ કરવા પ્રિયંકા ચોપડા સજ્જ

aapnugujarat

નરગીસ પાસે હાલ વધારે ફિલ્મ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1