Aapnu Gujarat
ગુજરાત

એએપી આજે ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગૂ ફુંકવા તૈયાર

આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે તા.૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતિના શુભ દિવસથી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને પોતાના પક્ષના પ્રચારનો શહેરમાં એક વિશાળ રોડ શો યોજીને વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવશે. નરોડા પાસે નાના ચિલોડા સર્કલથી૨૨ કિલોમીટર લાંબા રોડ શોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સહિતના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે તેવી શકયતા છે.બીજીબાજુ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઇ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેઠકો પર તેના પસંદ કરાયેલા ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને ચાલુ સપ્તાહમાં આપ તેના ઉમેદવારોના નામો જાહેર કરે તેવી પણ શકયતા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા નીકાળવામાં આવનારા મેગા રોડ શોની તૈયારી કરી દેવામાં આવી છે. આપના સંખ્યાબંધ કાર્યકરો અને અગ્રણીઓ બાઇક, સ્કુટર અને ફોર વ્હીલર સાથે રોડ શોમાં જોડાશે. આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિર્ણયો પર ચાબખા મારતા બેનરો, પ્લે કાર્ડ પણ લોકોને દર્શાવી જાગૃત કરાશે. નરોડા પાસેના નાના ચિલોડા સર્કલથી શરૂ થનારો આ રોડ શો ૨૨ કિલોમીટર સુધી ફરશે. આપના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રોડ શોમાં જોડાય તેવી શકયતા છે. આમ આદમી પાર્ટીના આવતીકાલના રોડ શોને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીની પણ કડક વ્યવસ્થા કરી દેવાઇ છે. રોડ શો ના સમગ્ર રૂટ પર પૂરતા પ્રમાણમાં સુરક્ષા જવાનો અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. આવતીકાલના રોડ શો બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિવિધ બેઠકો માટે પસંદ કરાયેલા ઉમેદવારોના નામોની યાદીને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરાશે અને ચાલુ સપ્તાહમાં આપ દ્વારા તેના સત્તાવાર ઉમેદવારોના નામો જાહેર કરી દેવાય તેવી પણ શકયતા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા મહત્તમ પરિણામ મેળવવાની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે અને તેના ભાગરૂપે જ રોડ શો સહિતના આયોજનો પાર્ટી દ્વારા ચાલી રહ્યા છે.

Related posts

બોપલ વિસ્તારમાં ૧૨માં માળેથી પટકાતાં વૃદ્ધનું મોત નિપજ્યું

aapnugujarat

नर्मदा में छोड़ा गया 6 लाख क्यूसेक पानी, राहत कार्य में जुटी NDRF

aapnugujarat

અમદાવાદમાં ૧૪૬૪ કન્ટેનર ખરીદવા માટે દરખાસ્ત મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1