Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભીંડી બજારમાં ઈમારત ધરાશાયી થયા બાદ દાઉદ સાથે વાત થઇ હતી

તાજેતરમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસ્કર શરૂઆતી પુછપરછમાં દાઉદના સંપર્કમાં નહીં હોવાની વાત કરી હતી પરંતુ હવે એવી જાણકારી સપાટી ઉપર આવી છે કે, દાઉદ સાથે ફોન મારફતે સંપર્કમાં હોવાની વાત કબૂલી લીધી છે. તપાસ અધિકારીઓએ કબૂલાત કરી છે કે, બંને ભાઈ વચ્ચે હાલમાં જ બર્નર ફોન મારફતે વાતચીત થઇ હતી. એમ કહેવામાં આવી રહ્યું છ ેકે, બંને વચ્ચે છેલ્લે ભીંડી બજારમાં હુસૈની ઇમારત પડી ગયા બાદ વાત થઇ હતી. આ ઇમારતની પાસે કાસ્કરનું પણ મકાન છે. અલબત્ત પોલીસનું કહેવું છે કે, કાસ્કર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કેટલી વાસ્તવિકતા છે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી. સુત્રોના કહેવા મુજબ કાસ્કરે બર્નર ફોન ઉપર સિનબોક્સની મદદથી દાઉદ સાથે વાત કરીહતી. બર્નર ફોન કોઇ ખાસ કામ માટે તૈયાર કરવામાં આવેલા ફોન હોય છે. જેને કામ પૂર્ણ થઇ ગયા બાદ દૂર કરી દેવામાં આવે છે. સિનબોક્સ કોલ કરનારની ઓળખ છુપાવવામાં મદદરુપ બને છે. એક સિનિયર પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ લોકો વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ મારફતે કોલ કરવા માટે સિનબોક્સનો ઉપયોગ કરતા હતા. આનાથી સુરક્ષા એજન્સીઓને માહિતી મળી શકતી નથી. પોલીસ આ બાબતની પણ તપાસ કરી રહી છે કે, દાઉદના સંબંધી ઓળખી ન શકે તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા હતા. દાઉદના સગાસંબંધી ઓળખ બચાવવા માટે પાકિસ્તાનથી દુબઈ પાસપોર્ટ વગર સ્ટેમ્પ ઉપર અવરજવર કરતા હતા. દાઉદના અડ્ડાઓના સંદર્ભમાં વાત કરતા પોલીસના એક અધિકારીએ કહ્યું છે કે, દાઉદ અને અનીસ કરાંચીમાં હોવાની વાત કાસ્કરે સ્વીકારી છે. તેનું કહેવું છે કે તે કરાંચીમાં અબ્દુલ કાઝી દરગાહની પાછળ રહે છે. આમા બે ત્રણ ઇમારતો આવેલી છે જેમાં ડી ગેંગના લોકો રહે છે.

Related posts

મદરેસામાં ડોક્ટર, એન્જિનિયરો નહીં આતંકવાદી પેદા થઇ રહ્યા છે : શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીના નિવેદનથી ખળભળાટ

aapnugujarat

धारा 370 पर राष्ट्रपति के आदेश के खिलाफ SC पंहुचा नेशनल कॉन्फ्रेंस

aapnugujarat

तमिलनाडु-केरल में ओखी का कहर : भारी नुकसान हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1