Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિ વિદેશી બેંક ખાતાઓ બંધ કરી રહ્યા છે : સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી ચુકી છે. વિદેશ જવાથી તેમને રોકવા માટે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે. કારણ કે તેઓ તેમના અનેક વિદેશી બેંક ખાતા બંધ કરાવી ચુક્યા છે.
કાર્તિ સામે ભ્રષ્ટાચારના કેસ સાથે સંબંધિત મામલામાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટને તપાસ સંસ્થા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, કેટલાક મુદ્દાઓ તપાસ દરમિયાન સપાટી ઉપર આવી ચુક્યા છે. અન્ય ઘણા મુદ્દાઓ અને માહિતીની ટૂંક સમયમાં જ જાહેરાત થઇ શકે છે. સીબીઆઈ દ્વારા તેની તપાસ સાથે સંબંધિત ઘણા દસ્તાવેજ સીલ કવરમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચ સમક્ષ મુકી શકે છે. જેનો કાર્તિના વકીલ અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા વિરોધ કરવામાં આવી ચુક્યો છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ બેંચ સમક્ષ કહ્યું હતું કે, સીલકવરમાં કાર્તિ અંગે માહિતી આપવામાં આવી છે. આમા અન્ય ઘણી બધી વિગતો પણ અપાઈ છે. તપાસ સંસ્થાને સીલ કવરમાં દસ્તાવેજો રજૂ કરવાની મંજુરી આપવામાં આવે તેવી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો. એડિશનલ સોલીસીટર જનરલે કવરમાં રહેલા દસ્તાવેજોની વિગતો રજૂ કરવાની તક લઇ લીધી છે. કપિલ સિબ્બલે ધારદાર દલીલો કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે, તેમના દ્વારા કાર્તિની પુછપરછ કરવામાં આવી ચુકી છે પરંતુ બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટીના સંદર્ભમાં એક પણ પ્રશ્ન કરવામાં આવ્યો નથી. જો તેમની પાસે કોઇપણ ખાતા ઉપર કાર્તિના હસ્તાક્ષરના પુરાવા છે તો રજૂ કરવા જોઇએ અને ફેમા અથવા તો બ્લેકમની કાયદા હેઠળ તેમની સામે ખટલો પણ ચલાવી શકે છે. ૧૫મી મેના દિવસે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સાથે સંબંધિત કાર્તિ સામે કેસ રહેલો છે.

Related posts

नॉर्थ ईस्ट काउंसिल की बैठक में हिस्सा लेने पहुंचे अमित शाह

aapnugujarat

૨૬/૧૧ હુમલાને ભારત ક્યારેય ભુલી ન શકે : મોદી

aapnugujarat

મહિલા મિત્રને કોકપિટમાં લઈ ગયો પાઈલટ, Air Indiaને 30 લાખનો દંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1