Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ રાષ્ટ્રીય કારોબારીમાં મોદીના સંબોધન ઉપર નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધન કરનાર છે. આ સંબોધન ઐતિહાસિક બની શકે છે. કારણ કે મોદી આ સંબોધનમાં આર્થિક વિકાસ અને અન્ય મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી શકે છે. સોમવારના દિવસે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મોદી સંબોધન કરનાર છે. સંસદના સિયાળુ સત્ર અને ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીના આ સંબોધનને ઉપયોગી ગણવામાં આવે છે. હાલમાં મોદી સરકાર આર્થિક મંદીને લઇને કોંગ્રેસ સહિત જુદા જુદા રાજકીય પક્ષો તરફથી ટિકા ટિપ્પણીનો સામનો કરી રહી છે. મોદીના ભાષણને લઇને મિડિયામાં ચર્ચા છે. તેમના સંબોધનનુ સ્ટેટ બ્રોડકાસ્ટર દુરદર્શન પરથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી કહી ચુક્યા છે કે સ્ટીમ્યુલસ પેકેજ પર કામ થઇ રહ્યુ છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારની બેઠકમાં આગામી એક વર્ષ માટે સરકારના આર્થિક વિકાસની રૂપરેખા રજૂ કરીને ઠરાવ પસાર કરવામાં આવનાર છે. જીએસટી વ્યવસ્થાને અમલી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરવામાં આવનાર છે. આના કારણે ભારત સિંગલ ઇકોનોમિક વિન્ડોમાં છે. ગરીબોના કલ્યાણની પણ જીએસટીમાં વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કારોબારીનુ નેતૃત્વ પક્ષ પ્રમનુખ કરે છે. તેમાં ૧૨૦થી વધારે સભ્યો હાજર રહે છે. જો આ વખતે ભાજપે વધુ વિસ્તૃત કારોબારી યોજવાનો નિર્ણય કર્યો છે. રસપ્રદ બાબત એ છે કે ૨૫મી સપ્ટેમ્બર જનસંઘના દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પણ છે. એવા સંકેત પણ મળી રહ્યા છે કે મોદી સરકાર મહિલા અનામત બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભામાંથી મહિલા અનામત બિલને પસાર કરવા માટે અપીલ કરી છે. મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થાય તેની ખાતરી કરવા માટે સોનિયા ગાંધીએ કહ્યું છે. પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, લોકસભામાં ભાજપની પાસે બહુમતિ રહેલી છે. આવી સ્થિતિમાં ૨૧ વર્ષ જુના બિલને પસાર કરવામાં આવી શકે છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે લખવામાં આવેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, રાજ્યસભાએ મહિલા અનામત બિલને ૯મી માર્ચ ૨૦૧૦ના દિવસે પસાર કરી દીધું હતું. ત્યારબાદ એક અથવા તો બીજી રીતે બિલ લોકસભામાં અટવાયુ છે. સોનિયા ગાંધીએ પત્ર લખીને અગાઉની સરકારની કવાયત અંગે જાણ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર ઉપર મહિલા અનામત બિલને લઇને પણ દબાણ વધારી દીધું છે. ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેના ચૂંટણી ઢંઢેરામાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવાના બિલને પસાર કરવાની વાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ હવે આને લઇને હવે સરકારને સાથ આપવાની વાત કરી લીધી છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી મહિલા અનામત બિલના મુદ્દે સરકારને ટેકો આપશે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહરાવે કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ સૌથી પહેલા રાષ્ટ્રીય જનતાદળ અને સમાજવાદી પાર્ટી જેવા તેના ગઠબંધન સાથે વાત કરવી જોઇએ. કારણ કે, આ બંને પક્ષો દ્વારા ૨૦૧૦માં બિલને પસાર કરવાને લઇને વાંધો ઉઠાવ્યો હતો. મહિલા અનામત બિલના મુદ્દે પણ હવે આગામી દિવસોમાં રાજનીતિનો દોર શરૂ થઇ શકે છે. ગરીબ કલ્યાણની શ્રેણીબદ્ધ યોજનાઓના સંદર્ભમાં મોદી કારોબારીમાં માહિતી આપી શકે છે. ભાજપ કારોબારીમાં મુખ્યરીતે પક્ષ પ્રમુખ દ્વારા વધારે વાત કરવામાં આવે છે પરંતુ આ વખતે મોદી ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. મોદી આ વખતે કારોબારીમાં ચૂંટણી અને સંસદ સત્રના સંદર્ભમાં રણનીતિને આખરી ઓપ આપશે.

Related posts

૩૧મી ઓકટોબર મધ્યરાત્રીથી દેશની ૭૦૦ ટ્રેનના સમયમાં પ મિનિટ થી ૪૦ મિનિટ સુધીનો ફેરફાર થશે

aapnugujarat

Daughter entitled to have equal rights in parental property : SC

editor

सभी अटकलों का अंत, सुशील मोदी बोले – चुनाव नीतीश कुमार के नेतृत्व में ही लड़ा जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1