Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગરીબો માટે અનેક લોકલક્ષી યોજના ટૂંકમાં જ જાહેર કરાશે

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં લઇને મોદી સરકાર ટૂંક સમયમાં સામાન્ય લોકો અને ખાસ કરીને ગરીબ વર્ગના લોકો માટે આકર્ષક અને લોકલક્ષી યોજનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. નાણામંત્રાલયના સૂત્રોના કહેવા મુજબ સરકાર ટૂંક સમયમાં જ સૌભાગ્ય યોજનાને મંજુરી આપી શકે છે. આ યોજના હેઠળ ચૂંટણી પહેલા દરેક ગ્રામીણના ઘરમાં સબસિડી હેઠળ વિજળી આપવાના લક્ષ્યનો પણ સમાવેશ થાય છે. આ યોજના ઉજ્જવલાની જેમ જ જેમાં સબસિડી આપીને ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ તમામ મંત્રાલયોને કહેવામાં આવ્યું છે કે, લોકપ્રિય યોજનાઓના ડ્રાફ્ટ મોકલવામાં આવે. જે સીધી રીતે સામાન્ય લોકો સાથે જોડાવવી જોઇએ. આના ભાગરુપે ચૂંટણી યોજનાઓ લોંચ થઇ શકે છે. ગરીબો માટે લોકલક્ષી યોજનાઓ લોંચ કરવામાં આવનાર છે. નાણામંત્રાલયના કહેવા મુજબ ટૂંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. મોદી સરકાર બેરોજગારી અને આર્થિક મંદીને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ સરકારને ભીંસમાં લેવા માટે આક્રમક રણનીતિ તૈયાર કરી લીધી છે. રોજગારી અને વધતી જતી મંદીના મુદ્દા ઉપર સરકારને મુશ્કેલીમાં મુકવામાં આવનાર છે. મોદી સરકારની છેલ્લા કેટલાક દિવસથી વ્યાપક ટિકા થઇ રહી છે. કારણ કે, વિકાસને લઇને સરકારના નિરાશાજનક આંકડા સપાટી ઉપર આવી રહ્યા છે. નિરાશાજનક આંકડામાં વિકાસ દરમાં ઘટાડાની બાબતનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોંઘવારીમાં વધારો થતાં કોંગ્રેસ સરકારને ભીંસમાં લેવા સજ્જ છે.

Related posts

સિરિયા-ઇરાકમાં હજુય ૧૭ કેરળી લોકો આઈએસમાં છે : હેવાલ

aapnugujarat

H.K. Kumaraswamy appointed as Janata Dal (Secular) K’taka president

aapnugujarat

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન પર અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1