Aapnu Gujarat
રાષ્ટ્રીય

૩૧મી ઓકટોબર મધ્યરાત્રીથી દેશની ૭૦૦ ટ્રેનના સમયમાં પ મિનિટ થી ૪૦ મિનિટ સુધીનો ફેરફાર થશે

દેશભરમાં ટ્રેનોની સ્પીડ વધારવાના લીધેલા નિર્ણયના પગલે ૩૧મી ઓકટોબર મધ્યરાત્રીથી દેશની ૭૦૦ ટ્રેનના સમયમાં પ મિનિટ થી ૪૦ મિનિટ સુધીનો ફેરફાર થનાર છે. જેના પગલે રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનની સ્થિતિને આખરી ઓપ આપવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.૩૧મી ઓકટોબર રાત્રીના ૧૨થીજ દેશભરની ૭૦૦ ટ્રેનના સમયમાં ફેરફાર થશે. રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં પાંચ મિનિટથી લઇને ૪૦ મિનિટ સુધીનો ફેરફાર થનાર છે. ટ્રેનની સ્પીડ વધારવાના પગલે આ સ્થિતિ સર્જાઇ છે.આ બદલાયેલા ટાઇમ ટેબલ સાથે કદમ મિલાવવા માટે દરેક રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા તેમના રેલવે સ્ટેશન પર આવનાર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં કેટલો ફેરફાર થયો તેના લીધે કઇ ટ્રેનને કયા પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવી તે સહિતના ટાઇમ ટેબલને આખરી ઓપ આપવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.પશ્ચિમ ડિવિઝનમાં સૌથી વધુ બે ટ્રેનના સમયમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એકસપ્રેસ અને નવજીવન એકસપ્રેસના આગમન અને પ્રસ્થાનમાં ૧૫ મિનિટનો ફેરફારની શકયતા છે. આગામી બે દિવસમાં આ ટાઇમ ટેબલ સત્તાવાર જાહેર કરવામાં આવનાર હોવાનું રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતુ

Related posts

લોકસભામાં હવે અપરાધિક રેકોર્ડ ધરાવતા ૨૩૩ સાંસદો : રિપોર્ટ

aapnugujarat

અમિત શાહ ૯ જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત

aapnugujarat

બિન-ભાજપ શાસિત રાજ્યોને રસી મુદ્દે એક થવા સ્વામીની સલાહ

editor

Leave a Comment

UA-96247877-1