Aapnu Gujarat
બ્લોગ

ખુબસુરત યુવતીને કિમ સેક્સ સ્લેવ બનાવતો હતો : અહેવાલ

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગના સંદર્ભમાં જોડાયેલી વધુ એક ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે. થોડાક વર્ષો પહેલા પ્યોંગયાંગ છોડીને દક્ષિણ કોરિયા જઇ ચુકેલી એક મહિલાએ સનસનાટીપૂર્ણ અનુભવ રજૂ કરીને વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મહિલાએ કહ્યું છે કે, કિમ કઈ રીતે યુવતીઓ અને મહિલાઓ સાથે શોષણ કરી રહ્યો હતો. આ મહિલાનું કહેવું છે કે, ખુબસુરત યુવતીઓને કિમની સેક્સસ્લેવ બનાવી દેવામાં આવતી હતી. સ્કૂલમાં અભ્યાસ કરી રહેલી યુવતીઓમાંથી સૌથી ખુબસુરત યુવતીઓને કિમની પાસે લઇ જવામાં આવતી હતી. તેને એવું પણ શિખવાડવામાં આવતું હતું કે કિમને કઇ રીતે ખુશ કરવો છે. જો યુવતીથી કોઇ ભુલ થાય તો તે તેનો છેલ્લો દિવસ બની જતો હતો. કારણ કે, ત્યારબાદ તે કોઇપણ દિવસે દેખાતી ન હતી. ખુબસુરત યુવતીઓની સેક્સસ્લેવ બનાવી દેવામાં આવ્યા બાદ સગર્ભા થઇ જવાની સ્થિતિમાં હત્યા કરી દેવામાં આવતી હતી. ૨૬ વર્ષની યોનલીમે માહિતી આપતા કહ્યું છે કે, તે પોતાની જાનને જોખમમાં મુકીને આવી હતી અને હજુ પણ તેની સામે ખતરો તોળાઈ રહ્યો છે. આર્મી કર્નલની પુત્રી લીને વાતચીતમાં કહ્યું છે કે, તેને બાળપણથી જ કહેવામાં આવ્યું હતું કે, કિમજોંગ તેના કોઇપણ પ્રકારના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવવાની જરૂર નથી. સુરક્ષા કારણોથી લીને પોતાનું નામ બદલીને કહ્યું છે કે, ૧૧ની હત્યાને જોઈને તે એટલી ભયભીત થઇ ગઇ હતી કે, વર્ષ ૨૦૧૫માં તે પોતાના ભાઈ અને માતાની સાથે દક્ષિણ કોરિયા ભાગી ગઈ હતી. લીને કહ્યું છે કે, આ સામૂહિક હત્યાને જોયા બાદ ૧૦૦૦૦ લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તે એક હતી. યુવતીઓની પોર્નોગ્રાફી ફિલ્મો પણ બનાવવામાં આવતી હતી. તેનું કહેવું છે કે, સ્કૂલોમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું. લીન નામની મહિલાએ એમ પણ કહ્યું છે કે, જે ક્લાસમાં તે અભ્યાસ કરતી હતી ત્યાંથી ખુબસુરત યુવતીઓની પસંદગી કરવામાં આવતી હતી. ત્યારબાદ કિમની સેક્સસ્લેવ બનવા માટે કહેવામાં આવ્યું હતું. આ યુવતીઓને ક્લાસમાંથી ઢસડીને એવી જગ્યા પર લઇ જવામાં આવતી હતી જ્યાં તેમના અંગે કોઇ માહિતી મેળવી શકે નહીં. આ યુવતીઓને ગુલામ તરીકે રાખવામાં આવતી હતી. જો કોઇ ભુલ થાય તો યુવતીઓને ગાયબ કરી દેવામાં આવતી હતી. લીને દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાના લોકો કિમનું સમર્થન આટલા માટે કરે છે કે, સમર્થન નહીં કરવાની સ્થિતિમાં મારી નાંખવામાં આવે છે. કિમના નજીકના લોકો ઉપર પણ આ નિયમો લાગૂ થાય છે. આ ચોંકાવનારી બાબત સપાટી ઉપર આવ્યા બાદથી કિમના નજીકના લોકો દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા અપાઈ નથી.

Related posts

ભાજપનો મોદી યુગ

aapnugujarat

જૂથબંધી અને આંતરિક કકળાટ : કોંગ્રેસ કભી નહીં સુધરેગી

aapnugujarat

गुजरात में रोज ६ महिला के साथ होता है रेप : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1