Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિમાર દાઉદ ભારત આવવા માટે ઇચ્છુક : રાજ ઠાકરેનો દાવો

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારત પરત ફરવા ઇચ્છુક છે. હાલમાં બિમાર ચાલી રહેલા દાઉદે ભારત આવવા સરકાર સાથે વાતચીત કરી છે. હાલમાં તે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર સાથે સમજૂતિ કરવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા મુંબઈમાં આ મુજબની વાત કરી છે. વર્ષ ૧૯૯૩માં મુંબઈ બોંબ બ્લાસ્ટ સહિત અનેક મામલામાં વોન્ટેડ દાઉદને ભારત સરકારે ભાગેડુ જાહેર કરેલો છે. સુરક્ષા સંસ્થાઓના કહેવા મુજબ હાલમાં તે પાકિસ્તાનમાં છુપાયેલો છે. પોતાની પાર્ટીના એક સભ્ય સાથે જોડાવવા માટે ઓફિશિયલ ફેસબુક પેજ લોંચ કરવા સાથે સંબંધિત એક કાર્યક્રમમાં રાજે દાવો કર્યો હતો કે, દાઉદ હાલમાં બિમાર ચાલી રહ્યો છે. હાલમાં તે શારીરિકરીતે ખુબ નબળો થઇ ચુક્યો છે. રાજે દાવો કર્યો હતો કે, આના માટે કેન્દ્ર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. શારીરિકરીતે કમજોરીના કારણે તે પોતાના છેલ્લા દિવસો ભારતમાં ગાળવા ઇચ્છુક છે. રાજે એમ પણ કહ્યું છે કે, દાઉદ પોતે ભારત આવવા ઇચ્છુક છે. ભાજપ ચૂંટણી પહેલા તેને પરત લાવીને મત મેળવવા ઇચ્છુક છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ આનો રાજકીય લાભ ઉઠાવવા માટે ઇચ્છુક છે. એક ફરાર ડોનને પરત લાવવાની ક્રેડિટ મેળવવા ઇચ્છુક છે. કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને પૈસાની બરબાદી તરીકે ગણાવીને કહ્યું હતું કે, બુલેટ ટ્રેનના પરિણામ સ્વરુપે મહારાષ્ટ્રને કોઇ ફાયદો થનાર નથી. દાઉદ હાલમાં બિમાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોને ભારત લાવવાના પ્રયાસ થઇ રહ્યા નથી પરંતુ દાઉદ પોતે ભારત આવવા ઇચ્છુક છે.

Related posts

ભારતમાં બેરોજગારીનો દર ૩.૫ ટકા સુધી રહેશે

aapnugujarat

બિહાર : સીટોની વહેંચણી થઇ, કોંગીને ૯ સીટ મળી

aapnugujarat

ચક્રવાત દિવસ: ભારે વરસાદથી ઓડિશાના કેટલાક ભાગોમાં વોટર લોગિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1