Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દાઉદનાં બ્રિટનની પાસે પણ ત્રણ સરનામાં : રિપોર્ટ

ગયા સપ્તાહમાં બ્રિટને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ખુબ સંપત્તિ જપ્ત કરી હતી. જો કે આ કાર્યવાહીથી પહેલા ડોનની સામે પુરતા પ્રમાણમાં પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. મુંબઇ પોલીસ, સીબીઆઇ, આઇબી, ઇડી અને અન્ય આવકવેરા વિભાગ પાસેથી પુરાવા એકત્રિત કરીને ભારત સરકારે પણ મદદ કરી હતી. બ્રિટને ડોન દાઉદ ઇબ્રાહિમની સામે જે ડોઝિયર તૈયાર કર્યો છે તેમાં ત્રણ સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ સરનામુ તેનુ જે દર્શાવવામાં આવ્યુ છે તે હાઉસ નંબર ૩૭, ૩૦મી સ્ટ્રીટ , ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી કરાચીનુ છે. બીજુ સરનામુ નુરાબાદ કરાચી લખવામાં આવ્યુ છે. જ્યારે ત્રીજુ સરનામુ વ્હાઇટ હાઉસ,સાઉદી મસ્જિદની પાસે ક્લિફ્ન્ટન કરાચીનુ છે. ડોઝિયરમાં ભારત સરકાર દ્વારા તેના પાસપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન, બુદઇ અને જેદાહમાં પણ બનેલા પાસપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાઉદની સામે હાલમાં વિશ્વના કેટલાક દેશોમાં સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. હાલમાં બ્રિટન સરકાર દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
બ્રિટીશ સરકારના ડોઝિયરમા પણ મુચ્છડ અને હિજરત જેવા શબ્દ દાઉદની સાથે જોડવામાં આવ્યા છે. એટલુ જ નહી દોઢ ડઝન અને ઉર્ફે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સેઠ, બડા ભાઇ અને હાજીનો સમાવેશ થાય છે. સાઉદીમાં પણ તેની સામે હાલમાં કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Related posts

हिंदुओं पर बयान देकर फसे जाकिर, मलेशिया सरकार ने भेजा नोटिस

aapnugujarat

ઈઝરાયેલની સાથે શાંતિ કરાર માટે સાઉદીએ શરત રાખી

editor

डोनाल्ड ट्रंप ने स्वीकारा राष्ट्रपति उम्मीदवारी का नामांकन, कहा – जल्द पूर्ण रोजगार देश में वापस लाएंगे

editor

Leave a Comment

UA-96247877-1