Aapnu Gujarat
બ્લોગ

દાઉદ ઈબ્રાહિમ હજુ દૂર છે

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પ્રદીપ શર્માએ ખંડણી-ધાકધમકીના એક કેસમાં કથિત સંડોવણી બદલ ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની આજે અહીં ધરપકડ કરી છે. આ કેસમાં થાણે પોલીસ તપાસ કરી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એવો આક્ષેપ કરાયો હતો કે ઈકબાલ એક બિલ્ડરને ખંડણી માટે ધમકાવતો હતો અને બિલ્ડરે પોલીસને જાણ કર્યા બાદ પ્રદીપ શર્મા તથા એમની ટૂકડીના પોલીસોએ આજે સાંજે મધ્ય મુંબઈના નાગપાડા વિસ્તારમાં ઈકબાલને એના અડ્ડામાં જઈને પકડ્યો હતો.ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માએ ૧૦૦થી વધુ રીઢા ગુનેગારોને ઠાર માર્યા હતા. ૨૦૦૯માં એ વખતના મુંબઈના પોલીસ કમિશનર હસન ગફૂરે શર્માને અન્ડરવર્લ્ડ સાથે કથિતપણે સાંઠગાંઠ હોવાનું માલુમ પડ્યા બાદ એમને સેવામાંથી બરતરફ કર્યા હતા. શર્માએ એ ઓર્ડરને મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો હતો અને ટ્રિબ્યુનલે શર્માની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.ત્યારબાદ શંકાસ્પદ છોટા રાજનની ગેંગના સભ્ય લાખન ભૈયાના નકલી એન્કાઉન્ટરમાં શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ શર્મા બાદમાં એ કેસમાં પણ ડિસ્ચાર્જ થયા હતા.આ વર્ષના ઓગસ્ટમાં, શર્માને મુંબઈ પોલીસ દળમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને થાણે પોલીસના ખંડણી-વિરોધી દળમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.કહેવાય છે કે ઈકબાલે તે બિલ્ડર પાસેથી ચાર ફ્લેટ લીધા હતા. ઈકબાલ એની પાસેથી વધારે ફ્લેટની માગણી કરતો હતો. છેવટે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.દાઉદ પાકિસ્તાનનું એક એવું રહસ્ય છે જેને અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. પાકિસ્તાને દાઉદ ઈબ્રાહિમને આશ્રય આપેલો છે તો બધા જાણે છે અને તેની હિલચાલોથી ભારત વાકેફ હોય પણ એટલી નક્કર હકીકત છે. આટલા વર્ષોમાં નોર્થ બ્લોકે દાઉદ અંગે અનેક દસ્તાવેજો તૈયાર કર્યા છે પણ તેને પકડવાની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. મુખ્ય પ્રશ્ન છે કે- દુશ્મનાવટ રાખતા પડોશીનો વિશ્વાસઘાત છે કે પછી આપણી ઈચ્છાશક્તિના અભાવના કારણે દાઉદ આપણી પહોંચની બહાર છે? બન્ને બાબતોનો અમુક અંશે કારણભૂત છે.૧૯૯૩ના મુંબઈના બોમ્બ ધડાકામાં દાઉદની સંડોવણીના ભારત ગમે તેટલા પુરાવા આપે તો પણ પોતાની ‘મૂલ્યવાન સંપત્તિ’ ભારતને સોંપવાની પાકિસ્તાનની કોઈ ઈચ્છા નથી. આટલા વર્ષોમાં દાઉદે રિયલ એસ્ટેટથી લઈને હવાલા, નકલી નોટો અને સટ્ટાબાજીના રેકેટ સુધીના જુદા-જુદા ગોરખધંધાનું મજબુત નેટવર્ક ઉભુ કર્યું છે. મુંબઈ એન્ડરવર્લ્ડ સાથેના તેના સંપર્કોની મદદથી આઇએસઆઇ પોતાના બદઈરાદા સાકાર કરી શકે છે. પાકિસ્તાનનાં મહાન ક્રિકેટરોમાંના એક એવા જાવેદ મિંયાદાદે પોતાના દિકરાનાં લગ્ન દાઉદની પુત્રી સાથે કરાવ્યાં સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનના સભ્ય સમાજે રાજીખુશીથી દાઉદને પોતાનો માની લીધો છે.દાઉદનું ભારતની બહાર રહેવું ભારતના નેતાઓના એક જૂથના હિતમાં છે દલીલ હજી એટલી અસરકારક રીતે પુરવાર કરી શકાઈ નથી. પીઢ વકીલ રામ જેઠમલાણીએ તો દાવો પણ કર્યો હતો કે નેવુંના દસકામાં દાઉદ સમર્પણ કરવા માટે તૈયાર થયો હતો પણ શરદ પવારના નેતૃત્વાળી મહારાષ્ટ્રની તત્કાલિન સરકારે દાઉદ સાથે કોઈપણ પ્રકારનો સોદો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હમણાં ગૃહ વિભાગના ભૂતપૂર્વ સચિવ આર.કે.સિંહે પણ દાવો કર્યો હતો કે દાઉદના હરિફ છોટા રાજનની ગેંગ દ્વારા દાઉદનો સફાયો કરવાના ગુપ્ત અભિયાનને મુંબઈ પોલીસે જાણીજોઈને નિષ્ફળ બનાવ્યું હતું.રાજકીય નેતાઓના વર્તુળમાં ઘણીવાર ધીમા સાદે એવી વાતો સંભળાતી હોય છે કે દેશના પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ દાઉદના સંપર્કમાં છે. માત્ર એકવાર ૧૯૯૫માં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં તે મુદ્દો બન્યો હતો. ભાજપ-શિવસેના ગઠબંધને કોંગ્રેસના નેતાઓને ભીંસમાં લેવા માટે મુદ્દો ઉછાળ્યો હતો. જો કે સત્તા મેળવ્યા બાદ ગઠબંધનની સરકારે નેતાઓ અને બિલ્ડરો સહિતના જે લોકો દાઉદ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેમની સામે તપાસ કરવાની દિશામાં કશું કર્યું નહોતું.હવે નરેન્દ્ગ મોદીની સરકારે કડક સંદેશ આપ્યો છે કે પાકિસ્તાન દાઉદને સોંપી દે અને દુનિયાભરમાં ફેલાયેલી તેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે. મોદી સરકાર ભૂતકાળના બોજથી મુક્ત છે જોઈને આશ્વાસન મળે છે. અગાઉની સરકારો દાઉદને ટાર્ગેટ બનાવવાના પ્રયાસોમાં ઉદાસીન રહી હતી. દાઉદ હવે ફરી કેન્દ્રસ્થાને છે અને તેનું કોઈ આશ્ચર્ય નથી. કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વ્યક્તિ છે જેમણે ૨૦૦૫માં ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે મિયાંદાદના પુત્રની લગ્ન વખતે દુબઈમાં દાઉદને ખતમ કરવાની યોજના બનાવી હતી જે બાદમાં અટકાવી દેવાઈ હતી. ડોભાલે હવે ફરી દાઉદને કેન્દ્રમાં મૂક્યો છે, જેથી ઈસ્લામાબાદ પર દબાણ વધારી શકાય.હવે ડોભાલ ગુપ્તચર અધિકારી નથી. તેથી તેઓ છૂપી રીતે કામ કરી શકે એમ નથી. હવે તેઓ દેશની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની સુરક્ષા સલાહકાર સ્તરની મંત્રણા રદ થતાં સ્પષ્ટ થયું હતું કે મીડિયામાં દાઉદ અંગેના દસ્તાવેજો જાહેર કરીને પાકિસ્તાન પર દબાણ લાવવાની નીતિની પોતાની મર્યાદા છે.
શાસન કરવાની કળામાં શોરબકોર ઓછો અને નક્કર કાર્યવાહીની વધારે જરૂરિયાત હોય છે. હમાસ આતંકવાદીઓ સામે ઈઝરાયેલ પોતાની લડાઈ ક્યારેય મીડિયા દ્વારા નથી લડતું, તો માત્ર કરી બતાવે છે. દાઉદનો સફાયો કરવાની ગુપ્ત યોજના ગુપ્ત રહેવી જોઈએ, જે જનતા વચ્ચે પ્રદર્શન કરવાની બાબત નથી. નહીંતર પછી ‘દાઉદને પરત લાવવો એક એવું મિશન છે જે ટીવીના સ્ટુડિયોમાં ચલાવવામાં આવે છે, પણ વાસ્તવિક જગતમાં તેનું ક્યારેય અસ્તિત્ત્વ હોતું નથી.’ એવી ધારણા યથાવત રહેશે.
૧૯૯૩માં મુંબઈના બોમ્બધડાકા પછી મેં એક વિવાદાસ્પદ સવાલ કર્યો હતોઃ ૧૯૯૨ના ઓક્ટોબરમાં શારજાહમાં ભારત-પાકિસ્તાનની મેચમાં તિરંગો લહેરાવનાર અને જીત્યા પછી ભારતીય ક્રિકેટરોને ભેટસોગાદો આપવાની જાહેરાત કરનાર દાઉદ શું એટલો બદલાઈ ગયો કે મહિના પછી માર્ચ ૧૯૯૩માં તેણે વિસ્ફોટો કરાવીને મુંબઈને હચમચાવી દીધું? દુબઈમાં રહીને કામ કરતો તસ્કર કરાચી પહોંચીને આતંકવાદી કેવી રીતે બની ગયો? શું ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદનો ધ્વંસ નિર્ણાયક ઘટના હતી?અકળાવનારા સવાલોના જવાબમાં કદાચ દાઉદ ઈબ્રાહિમના જીવનનાં ઓછા જાણીતાં પ્રકરણો સાથે જોડાયેલાં કેટલાક અસુવિધાજનક તથ્યો છુપાયેલાં છે. બ્રિટિશ નાણાં મંત્રાલયના એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને અલગ અલગ ૨૧ નામથી તે પોતાની ઓળખ છુપાવતો ફરે છે. તેના નામે કરાંચીમાં ત્રણ અલગ અલગ મકાનો પણ છે. બ્રિટેન સરકારના આ રીપોર્ટમાં દાઉદ પર આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. બ્રિટેને આવા આંતરરાષ્ટ્રીય ગુનેગારોની યાદી જાહેર કરી છે. જેમાં દાઉદના નામનો પણ સમાવેશ થાય છે.રીપોર્ટમાં દાઉદનું જન્મસ્થળ મહારાષ્ટ્રનુ રત્નાગીરી બતાવવામાં આવ્યુ છે અને તેને ભારતીય નાગરીક તરીકે જ આ રીપોર્ટમાં સામેલ કરાયો છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે, પહેલા દાઉદ ઈબ્રાહિમ પાસે ભારતનો પાસપોર્ટ હતો. પરંતુ ભારત સરકારે તેને રદ્દ કરી દીધો છે. જો કે તેમ છતા અત્યારે તેની પાસે ભારતનો ડમી પાસપોર્ટ છે. આ ઉપરાંત તે પાકિસ્તાન અને યુએઈનો પાસપોર્ટ પણ ધરાવે છે. દાઉદના નામે કરાંચીમાં કુલ ૩ એડ્રેસ નોંધાયેલા છે, જેમાં એક એડ્રેસ ડિફેન્સ હાઉસિંગ ઓથોરીટી કરાંચીનું છે. જ્યારે કરાંચીના પહાડી વિસ્તાર એવા નુરબાદમાં પણ તેનો વિશાળ બંગલો આવેલો છે. શહેરના ફ્લીપ્ટન રોડ પર સાઉદી મસ્જિદ નજીક પણ તેનો એક બંગલો આવેલો છે.મહત્વનુ છે કે દાઉદ ઈબ્રાહિમ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે.તે છેલ્લા ૨૩ વર્ષથી ભારતમાંથી ફરાર થઈ ગયો છે અને કરાંચીમાં રહીને પોતાનુ અંડરવર્લ્ડનુ સામ્રાજ્ય ચલાવી રહ્યો છે, જાકે પાકિસ્તાન સતત દાઉદ ઈબ્રાહિમ તેમના દેશમાં હોવાનો ઈન્કાર કરતું આવ્યું છે.
જોકે, દાઉદ માત્ર દુબઈમાં જ સંપત્તિ નથી ધરાવતો તેણે પાકિસ્તાન અને ભારતમાં મોટા પાયે રોકાણ કરી રાખ્યું છે.ઈન્ટેલીજન્સ એજન્સીઝ દ્વારા ટ્રેસ કરાયેલા દાઉદના ફોન પરથી દાઉદે દુબઈમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું જાણી શકાય છે. દાઉદને એવું કહેતા સાંભળી શકાય છે કે તેણે દુબઈના મોટા મોટા ‘વેન્ચર્સ’ પર રોકાણ કરી રાખ્યું છે. દુબઈ ઈન્વેન્સટમેન્ટ પાર્ક અને ટેકોમ ઈન્વેસ્ટમેન્ટમાં પૈસા રોક્યા છે. દાઉદને એવો દાવો કરતા પણ સાંભળી શકાય છે કે દુબઈના શેખ ઝાયેદ રોડ ખાતે પાંચ લાખ સ્ક્વેર ફિટનો ફ્લેટ પણ ધરાવે છે. બુર્જ ખલિફા ખાતે દાઉદને રોડ હાઉસીઝ અને દુબઈ મરીના બીચ ખાતે ’લા દોલ્ચા વિતા’ નામે કેટલીય વિલાઓ પણ ધરાવે છે.ઈન્ટેલિજન્સ બ્યૂરોના જણાવ્યા અનુસાર દાઉદનું ૨૦,૦૦૦ કરતા વધુનું ’બિઝનેઝ ટર્નઓવર’ ધરાવે છે. કરાચી સ્ટોક એક્સચેન્જમાં દાઉદે મોટા પાયે રોકાણ કરી રાખ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનની કેટલીય કન્સ્ટ્રક્શન કંપનીઓ દાઉદના નામે બોલે છે.
પાકિસ્તાન ઉપરાંત દાઉદે મિડલ ઈસ્ટમાં મોલ્સ, સિમેન્ટ કંપનીઝ અને ઓઈલ કંપનીઓમાં પણ પોતાની બેનામી આવક રોકી છે.દાયકાઓ પહેલા કરિમ લાલાની ગેંગમાંથી પોતાના ક્રાઈમ કેરિયરની શરૂઆત કરનાર દાઉદ આજે દુનિયા આખીમાં બિલિયન ડોલરનું સામ્રાજ્ય ધરાવે છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના ડિફેન્સ હાઉઝિંગ એરિયાની એક બિલ્ડિંગમાં બેઠો બેઠો દાઉદ પોતાની બે નંબરની આવકના કારોબાર પર નજર રાખે છે. ૨૦૦૯માં ફોર્બ્સે દાઉદને દુનિયાના સૌથી શક્તિશાળી ૫૦ લોકોની યાદીમાં સમાવ્યો હતો. દુબઈ સ્થિત અલ-મન્સૂર વીડિયો અને કરાચી બેસ્ડ સદફ ટ્રેન્ડિંગ કંપની એશિયા, યુરોપ અને અમેરિકામાં ભારતીયી ફિલ્મોની પાયરેટેડ સીડીઝ વેંચવાનો વેપાર કરે છે. પાયરસી માર્કેટમાં દાઉદનો હિસ્સો ઈન્ટેલિજન્સ એજન્સીઝનો દાવો છે કે સદફ ભારતના ૧ બિલિયન ડોલરના પાઈરસી માર્કેટના ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. નેપાળમાં પણ દાઉદે કેપિટલ માર્કેટ અને બેંકમાં અઢળક રોકાણ કરી રાખ્યું છે. દાઉદ શાંઘાઈના ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ કન્ટ્રોલ ધરાવે છે.યુનાઈટેડ કિંગડમ અને પશ્ચિમ યુરોપના દેશોમાં દાઉદ ડ્રગ્સના સિન્ડિકેટ ચલાવે છે. રશિયા, મીડલ ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં ’ફાયર’ નામે તમાકુ પ્રોડક્ટ વેચે છે. કરાચીથી શોએબ ખાન અને દુબઈથી સુનિલ દુબઈ દાઉદ માટે મેચ ફિક્સ કરે છે. દાઉદના નામે ફેક કરન્સીનો વેપાર પર ધમધમે છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ હોવા છતાં પાકિસ્તાનમાં બેઠો બેઠો દાઉદ ભારતના અબજો રૂપિયાનો કારોબાર કરી રહ્યો છે. ભારત ખાતે દાઉદનો ’ધંધો’ તેના કુટુંબીજનો સંભાળે છે. ગત વર્ષે મૃત્યુ પામનારી દાઉદની બહેન હસિના પાર્કર દાઉદના ૫૦૦૦ કરોડનો ’ધંધો-સંપત્તિ’ સંભાળતી હતી.

Related posts

યહુદી : મુઠ્ઠીભર પણ સૌથી શક્તિશાળી પ્રજા

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

વિદેશી કલાકારો અને ટેકનિશ્યોનો સહકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1