Aapnu Gujarat
ગુજરાત

સસ્પેન્સનો અંત : શંકરસિંહ જન વિકલ્પ મોરચામાં જોડાયા

કોઇપણ રાજકીય પક્ષની કંઠી નહી બાંધવાની અને રાજકારણમાં સક્રિય રહેવાની જાહેરાત કરનાર શંકરસિંહ વાઘેલા આજે આખરે ગુજરાતના રાજકારણમાં ત્રીજા મોરચા તરીકે સામે આવેલા જન વિકલ્પ મોરચામાં જોડાઇ ગયા હતા. વાઘેલાએ જન વિકલ્પ મોરચાનું નેતૃત્વ સંભાળવાનો સ્વીકાર કર્યો હતો અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,  તા.૨૧મીએ પહેલા નોરતે વાસણીયા મહાદેવ દર્શન કરી આશીર્વાદ મેળવી, મહુડી દર્શન કરી, ઇડરથી ખેડબ્રહ્માના દર્શન કરી મોટા અંબાજી માતાના આશીર્વાદ મેળવી, મગરવાડા ખાતે માણિભદ્રવીરના દર્શન કરી, ઉંઝા ઉમિયા માતાના દર્શન કરી, મીરાદાતારે જઇશું અને એ દિવસથી  જન વિકલ્પ મોરચાની ૨૦૧૭ની ચૂંટણી માટે ત્રીજા વિકલ્પ તરીકે શરૂઆત થશે. વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી તેમના આ નવા રાજકીય અધ્યાયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જન વિકલ્પ મોરચાએ સોશ્યલ મીડીયા અને પ્રોફેશનલ્સ સર્વે કરાવ્યો હતો, જેમાં સૌથી વધુ પસંદગી લોકોએ બાપુ પર ઉતારી હતી અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદના કારણે હું જન વિકલ્પ મોરચાનું સમર્થન કરું છું. જન વિકલ્પ મોરચાની રાજકીય ભૂમિકા હકારાત્મક રહેશે. અમે ભાજપ કે કોંગ્રેસના નેતાઓની ટીકા ટિપ્પણીઓમાં નહી પડીએ, માત્ર રાજકીય પક્ષોની કામગીરીની સમીક્ષા કરીશું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જન વિક્લ્પ મોરચાનો અમે ૨૦૧૭ની ચૂંટણીઓમાં ત્રીજા મોરચા તરીકે પ્રયોગ કરી રહ્યા છીએ. જન વિકલ્પ મોરચાની હાઇકમાન્ડ પણ ગુજરાતની જનતા જ રહેશે. દેશના અન્ય રાજયોમાં પણ ત્રીજા મોરચાએ કાઠુ કાઢયું છે અને તેથી ગુજરાતમાં પણ ત્રીજો મોરચો એક વિક્લ્પ તરીકે ઉભરી આવશે તેમાં મને શંકા નથી. જન વિકલ્પ મોરચો એ પ્રજા સાથેનું જોઇન્ટ વેન્ચર છે. એમાં પ્રજા પોતે ઉમેદવાર પસંદ કરે, મત આપે અને સરકાર બનાવે. વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી વખતે મત લેવા આવી ગયા.. એવી જે વાતો થાય છે તેની સામે અમારે કોઇને ગરજ બતાવવા કે કગરવાનો પ્રશ્ન નથી. સામે પક્ષે પ્રજાને પણ સારા અને સાચા વ્યકિતની જરૂરિયાત જણાય તો, આમાં જોડાય અને મત આપે.

Related posts

પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફેરી રસ્તાનું છેલ્લા છ વર્ષથી સમારકામ ન થતા આજુબાજુના ૨૦થી વધુ ગામડાની પ્રજાને હાલાકી

editor

સુરેન્દ્રનગર વાસીઓમાં પણ મેગ્નેટ પાવર

editor

दशरथभाई पटेल को वीरमगाम तहसील कांग्रेस के अध्यक्ष नियुक्त किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1