Aapnu Gujarat
મનોરંજન

હવે રિયા સેનના લવ મેકિંગ સેક્સી સીન વાયરલ થયા છે

તાજેતરમાં જ પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારીની સાથે લગ્ન કરી ચુકેલી અભિનેત્રી રિયા સેને ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે તે હવે ફિલ્મોમાં બોલ્ડ અને સેક્સી સીન કરનાર નથી. પરંતુ એવુ લાગે છે કે તેના માટે વિવાદોનો અંત આવી રહ્યો નથી. તે હવે પોતાની આવનારી ફિલ્મના કેટલાક સેક્સી સીનના કારણે ફરી ચર્ચામાં આવી ગઇ છે. આ સેક્સી સીન રીયાએ સેક્સી સીન હવે નહી કરવાની વાત ઇન્ટરવ્યુમાં કરી તે પહેલાની ફિલ્મમાં આપ્યા હતા. હવે આ લવ મેકિંગ સીન સોશિયલ મિડિયા પર વાયરલ થઇ જતા તેની ભારે ચર્ચા છે. પોતાની આવનારી ફિલ્મ રાગીની એમએમએસ રિટર્ન્સના પહેલા જ તે પાઇરેસીનો શિકાર થઇ ગઇ છે. હકીકતમાં રિયા અને તેના કો સ્ટાર નિશાંત મલકાનીની વચ્ચે લેવામાં આવેલા લવ મેકિંગના સીન લીક થઇ ગયા બાદ તેની ચર્ચા છે. રિયા સેને હાલમાં કહ્યુ હતુ કે તે લવ મેકિંગના સીન દરમિયાન ભારે ટેન્શનમાં હતી. તે આ સીન કરી શકી ન હતી. આ વાત તે પોતાના ડાયરેક્ટરને પણ દર્શાવી ચુકી હતી. રાગિની એમએમએસ રિટર્ન્સ વેવ સિરીઝના પ્રથમ પોસ્ટરે પહેલા જ ખુબ ચર્ચા જગાવી છે. આ પોસ્ટરમાં કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તા નજરે પડી રહ્યા છે. પોસ્ટરને લઇને ચર્ચા વચ્ચે હવે ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સીને ભારે ચર્ચા જગાવી છે. લાંબા સમયથી રિયા બોલિવુડમાં ગાયબ હતી. તે માત્ર સોશિયલ મિડિયા અને પાર્ટીમાં જ નજરે પડતી હતી. હાલમાં તે શિવમ તિવારી સાથે લગ્ન કર્યા બાદ ભારે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ એવી અફવા પણ આવી હતી કે તે સગર્ભા છે.રિયા સેના બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી પૈકી એક તરીકે રહી છે. તે કેટલીક હિટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Related posts

એનિસ્ટન હાલ પ્રોફેસરના પ્રેમમાં પડી હોવાના હેવાલ

aapnugujarat

काजोल की डिजिटल डेब्यू फिल्म ‘त्रिभंगा’ 15 जनवरी को रिलीज

editor

સુનિલ દત્તની આમ્રપાલી ફિલ્મની રિમેકની તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1