Aapnu Gujarat
મનોરંજન

નવાજુદ્દીન વિશાલની કોમેડી ફિલ્મમાં ચમકશે

વિશાલ ભારદ્ધાજ એકસાથે કેટલીક ફિલ્મો પર કામ કરી રહ્યા છે. વિશાલ ભારદ્ધાજે વર્ષ ૨૦૧દમાં પોતાના આસીસટન્ટ નિર્દેશક અભિષેક ચૌબેને વિદ્યા બાલન, નસીરુદ્દીન શાહ અને અરશદ વારસીની સાથે ફિલ્મ ઇશ્કિયા માટે લોંચ કર્યા હતા. અમે આપને બતાવી ચુક્યા છીએ કે ઓમકારા અને સાત ખુન માફ જેવી ફિલ્મમાં તેમના આસીસટન્ટ રહી ચુકેલા હની ત્રેહાનને હવે નિર્દેશક તરીકે લોંચ કરવામાં આવી રહ્યા છે. હની ત્રેહાન દીપિકા પાદુકોણ અભિનિત માફિયા ક્વીન રહેના ખાન પર આધારિત ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા જાણીતી ડોન રાહિમા ખાન ઉર્ફે સપના દીદીનો રોલમાં નજરે પડનાર છે. જ્યારે ઇરફાન એક લોકલ ગેંગસ્ટરના રોલમાં નજરે પડનાર છે. જેને રાહિમાની સાથે પ્રેમ થઇ જાય છે. સાથે સાથે હવે એવા સમાચાર પણ છે કે વિશાલ ભારદ્ધાજની આગામી ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્ધીકી લીડ રોલમાં કામ કરનાર છે. આ ફિલ્મ કોમેડી ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મને આદિત્ય નિમ્બલકર નિર્દેશિત કરનાર છે. આદિત્યની સાથે વિશાલે અગાઉ કમીને, હૈદરઅને રંગુન જેવી ફિલ્મો બનાવી હતી. આદિત્ય આ ફિલ્મની પટકથા પર છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહ્યા હતા. હવે હેવાલ એવા છે કે આદિત્યે નવાજને સ્ક્રિપ્ટ સંભળાવી ચુક્યા છે. સાથ સાથે નવાજને આ પટકથા પસંદ પણ પડી રહી છે. આદિત્ય અને વિશાલને લાગે છે કે નવાજુદ્દીન ફિલ્મના પાત્રની દ્રષ્ટિએ ફિટ રહેશ. એવી અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મમાં બરેલી કી બરફી મારફતે લોકપ્રિય થયેલી અભિનેત્રી કૃતિ સનુનને લેવામાં આવી શકે છે. ટુંક સમયમાં જ નામની જાહેરાત કરાશે.

Related posts

BIGG BOSS 14 : पवित्रा ने की पारस छाबड़ा की आलोचना

editor

સની લિયોન તમિળ, તેલુગુમાં પણ હશે

aapnugujarat

ટીવી સ્ટાર કુશાલ પંજાબીનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1