Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈન્ડ અબુ ઇસ્માઇલ ઠાર મરાયો

સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. ભીષણ અથડામણમાં અમરનાથ યાત્રી ઉપર કરવામાં આવેલા હુમલામાં માસ્ટર માઇન્ડ રહેલો કુખ્યાત ત્રાસવાદી અબુ ઇસ્માઇલ આજે ઠાર થયો હતો. કાશ્મીરમાં સક્રિય રહેલા તોઇબાના આ ત્રાસવાદી અબુ ઇસ્માઇલ દ્વારા જ અમરનાથ યાત્રીઓ ઉપર હુમલા માટેની ખતરનાક યોજના ઘડી કાઢવામાં આવી હતી. શ્રીનગરના પરા વિસ્તારમાં નવગામના આરીબાગ વિસ્તારમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં આ ત્રાસવાદી ઠાર થયો હતો. તેની સાથે તેનો નજીકનો સાગરિત પણ ઠાર થયો હતો. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓના કહેવા મુજબ પોલીસ અને સુરક્ષા દળોની આ ખુબ મોટી સફળતા છે. અમરનાથ યાત્રા પર કરાયેલા હુમલામાં તે મુખ્ય ત્રાસવાદી તરીકે હતો જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓના મોત થયા હતા. છ મહિલા સહિત આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અન્ય ૨૬થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે જ આ અથડામણ શરૂ થઇ હતી. ઠાર થયેલા બંને ત્રાસવાદીઓના મૃતદેહ હાથ લાગી ગયા છે. અબુ ઇસ્માઇલના સાગરિતની ઓખળ છોટા કાસીમ તરીકે થઇ છે. છોટા કાસીબ પાકિસ્તાનનો નિવાસી છે. એન્કાઉન્ટર થયા બાદ સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. ૧૦મી જુલાઈના દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દિવસે તોઇબાએ અમરનાથ યાત્રીઓની બસ ઉપર હુમલો કર્યો હતો જેમાં ૮ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરમાં આજે અથડામણ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. અટકાયતી તમામ પગલા લેવામાં આવ્યા હતા. ગયા વર્ષ બાદથી કાશ્મીરમાં ચાર મોટા ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે જેમાં બુરહાન વાની, સબઝાર ભટ્ટ, અબુ દુજાના અને હવે અબુ ઇસ્માઇલનો સમાવેશ થાય છે.

Related posts

दिल्ली चुनाव परिणाम में नफरत की हार और मुहब्बत की जीत : पप्पू यादव

aapnugujarat

એસસીઓ સમિટમાં ચીનને સૂચન, પાક ઉપર તીવ્ર પ્રહારો

aapnugujarat

राम रहीम को पैरोल मिलना हुआ मुश्किल, सरकारी रिकॉर्ड बना रुकावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1