Aapnu Gujarat
શિક્ષણ

સીબીએસઈ સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને લઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ

હરિયાણાના ગુડગાંવની રયાન સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થીની જાતીય શોષણના મામલામાં કરપીણ હત્યાની દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનારી ઘટના સામે આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ઓથોરીટી તંત્ર હરકતમાં આવ્યું છે. સીબીએસઇ તરફથી દેશની તમામ સીબીએસઇ શાળાઓમાં બાળકો-વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખૂબ જ મહત્વની માર્ગદર્શિકા જારી કરી છે જેમાં સીબીઇએસઇ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાથી માંડી શાળાના તમામ સ્ટાફનું પોલીસ વેરીફિકેશન કરાવવા સહિતની માર્ગદર્શિકાઓ જારી કરી તેના કડકાઇથી પાલન માટે ફરમાન કરાયું છે. સીબીએસઇએ તમામ શાળાઓમાં સ્કૂલ ટાઇમ દરમ્યાન બાળકોની સુરક્ષા સૌથી અગત્યનું હોઇ બાળકોની સલામતીને સૌથી પહેલી પ્રાધાન્યતા આપવા પણ શાળાઓને તાકીદ કરી છે. સીબીએસઇએ આ માર્ગદર્શિકા કેન્દ્ર માનવ સંશાધન મંત્રાલયની અગાઉની ૨૦૦૪ની માર્ગદર્શિકાને આધાર બનાવી જારી કરી છે અને તેના ચુસ્તપણે પાલન માટે તાકીદ કરી ઓનલાઇન રિપોર્ટ કરવા શાળાઓને કડક નિર્દેશ કર્યો છે. સીબીએસઇ સાથે જોડાણ ધરાવતી ગુજરાત સહિત દેશભરની શાળાઓએ આ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Related posts

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં આઈઆઈટીઇની એક્ઝામ લેવાઈ

editor

વિવેકાનંદ હાઈસ્કૂલની બસને ગોધરા નજીક અકસ્માત નડ્યો

aapnugujarat

Commonwealth Day Celebrated By DPS – Bopal

aapnugujarat

Leave a Comment

UA-96247877-1