Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડેરાના આઈટી હેડની ધરપકડઃ મહત્વની હાર્ડ ડિસ્ક જપ્ત કરાઈ

સાધ્વી રેપ કેસમાં ર૦ વર્ષની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમના ડેરા સચ્ચા સૌદા પર પોલીસનો ગાળિયો દિન-પ્રતિદિન વધુ ને વધુ મજબૂત થઇ રહ્યો છે. પોલીસે હવે ડેરા સચ્ચા સૌદાના આઇટી વિંગના વડા વિનીતની ધરપકડ કરી છે. વિનીત ફરિદાબાદનો વતની છે, તેના પર સિરસાના મિલ્ક પ્લાન્ટ અને શાહપુર બેગુના વીજળીઘરમાં આગ લગાડવાનો અને સરકારી કામકાજમાં દખલ કરવાનો તેમજ દેશદ્રોહનો કેસ દાખલ થયેલ છે.
પોલીસે તેની પાસેથી ડેરા સંબંધિત કેટલીક જાણકારી પ્રાપ્ત કરી છે. દરમિયાન ડેરાના ક્ષેત્રમાં બનેલા એક ટોઇલેટમાંથી હાર્ડ ડિસ્ક પ્રાપ્ત થઇ છે.
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે વિનીતે પોલીસને આ હાર્ડ ડિસ્ક અંગે માહિતી આપી હતી. વિનીતે પોલીસને જણાવ્યું હતું કે આ હાર્ડ ડિસ્કમાં ૯૦૦ એકરમાં ફેલાયેલ ડેરા સંકુલમાં લાગેલા પ,૦૦૦ સીસીટીવીનો રેકોર્ડ છે અને આમ આ હાર્ડ ડિસ્ક દ્વારા આ રેકોર્ડનાં રહસ્ય પરથી પડદો ઊંચકાશે.તેમાં સૌથી વધુ કેમેરા બાબાના ૯૧ એકરમાં બનેલા મહેલ, હોટલ, રિસોર્ટ, સત્સંગ ભવનના છે. આ કેમેરામાં બાબા જેલમાં ગયા ત્યાં સુધીનો રેકોર્ડ ઉપલબ્ધ છે. ત્યારબાદ જ ડેરાના કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ રેકોર્ડનો નાશ કરવાની સાજિશ રચવામાં આવી હતી.પોલીસ હવે આ હાર્ડ ડિસ્કની મદદથી સીસીટીવી ફૂટેજ રિકવર કરીને કેટલીયે કડીઓ જોડવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધીમાં જિલ્લાનાં અનેક પોલીસ સ્ટેશનોમાં કુલ ૧પ એફઆઇઆર દાખલ થઇ છે અને ૪૯ની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન હનીપ્રીત રાજસ્થાનમાં છુપાઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન બાબાનું વતન રાજ્ય છે. આથી હનીપ્રીત ત્યાં કોઇ શખ્સ સાથે છુપાઇ હોવાનો શક છે,

Related posts

રાફેલ કેસ : વિશેષાધિકાર પર સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ ઠલવાયા

aapnugujarat

जम्मू-कश्मीर में हालात सामान्य, कुछ ही जगहों पर लगी है पाबंदी : पुलिस महानिदेशक मुनीर खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1