Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિ વિદેશમાં કુલ ૨૫ પ્રોપર્ટી ધરાવે છે : સીબીઆઈ

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. વિદેશમાં ૨૫ પ્રોપર્ટી ધરાવે છે તેવો ધડાકો સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કર્યો છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપતા કહ્યું છે કે, હજુ સુધીની તપાસ દર્શાવે છે કે, કાર્તી ૨૫ પ્રોપર્ટી ધરાવે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચ સમક્ષ કહ્યું હતું કે, સીબીઆઈ પ્રોપર્ટીના સંદર્ભમાં વિગત સાથે રિપોર્ટ સુપરત કરી રહી છે. કોર્ટમાં અભ્યાસ માટે આ અહેવાલ સોંપાયો છે. આ મામલાની સુુનાવણી હવે થોડાક દિવસ માટે મોકૂફ કરી દેવામાં આવી છે. વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમની જગ્યાએ કાર્તી માટે કોર્ટમાં પ્રથમ વખત ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈના આક્ષેપોને આધાર વગરના ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, કાર્તિના પિતા-માતા, પત્નિને બદનામ કરવાના હેતુસર આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અમે આની સામે ગંભીર વાંધો ઉઠાવીએ છીએ. કાર્તી વિદેશમાં ૨૫ પ્રોપર્ટી ધરાવે છે તેવા સીબીઆઈના આક્ષેપનો જવાબ આપતા સિબ્બલે કહ્યું હતું કે, કાર્તિની પુછપરછ દરમિયાન પ્રોપર્ટીના સંદર્ભમાં કોઇ પ્રશ્ન પુછવામાં આવ્યો ન હતો. જો સરકાર, ઇન્કમટેક્સ વિભાગ અથવા તો સીબીઆઈ પાસે કોઈ માહિતી છે તો વિદેશમાં માહિતીના સંદર્ભમાં વિગતો આપી શકે છે. સરકાર વિદેશમાં રહેલી સંપત્તિને જપ્ત કરી શકે છે તેવા જાહેરનામા ઉપર હસ્તાક્ષર કરવા માટે તેઓ તૈયાર છે. મહેતાએ કહ્યું હતું કે, શેલ કંપનીઓના નામ ઉપર કાર્તિ દ્વારા આ પ્રોપર્ટી જાળવી રાખવામાં આવી છે. તપાસ મહત્વના તબક્કામાં પહોંચી ચુકી છે. બેંચે સીલ કવરમાં તપાસની વિસ્તૃત વિગતો રજૂ કરવા સીબીઆઈને આદેશ કરી ચુકી છે. આ મામલામાં વધુ સુનાવણી ૧૮મી સપ્ટેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. કપિલ સિબ્બલે સીબીઆઈ ઉપર વળતા આક્ષેપો કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, બીજી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ૧૧મી સપ્ટેમ્બર સુધી વિદેશ ન જવા કાર્તિને સ્પષ્ટ આદેશ કર્યો હતો. સાથે સાથે સીબીઆઈને કેસના સંદર્ભમાં પુછપરછની વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે તેમના પિતા નાણામંત્રી તરીકે હતા ત્યારે વર્ષ ૨૦૦૭માં આઈએનએક્સ મિડિયામાં ૩૦૫ કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે એફઆઈપીબીની મંજુરી સાથે સંબંધિત કેસમાં કાર્તિની પુછપરછ કરવામાં આવી ચુકી છે. કાર્તિના અગાઉના વકીલ સુબ્રમણ્યમે દાવો કર્યો હતો કે, તેમના પિતા પુર્વ નાણામંત્રી હોવાથી ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

Related posts

बांग्लादेश पहुंचे वायुसेना प्रमुख आरके भदौरिया

editor

ભાજપે ૫૦૦ કરોડમાં ઓફિસ બનાવી લીધી,રામ હજી તંબુમાં બેઠાં છે : તોગડિયા

aapnugujarat

કાશ્મીરી મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતો હાફિઝ સઈદનો વીડિયો વાઈરલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1