Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ સત્તામાં આવે તો ૩૫ લાખ મહિલાઓને ઘરનું ઘર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આજે મળેલી મહત્વી બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ સત્તામાં આવ્યેથી મહિલાઓને ઘરનું ઘર આપવા, ખેડૂતોના તેમની જમીન અને પાકના અધિકારો આપવા, યુવાનોને રોજગારી સહિતના મામલે નિર્ણય કરવામાં આવ્યા હતા. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને પણ મહત્વની રણનીતિ ઘડી તે બાબતે પણ નિર્ણય કરાયા હતા. એક અંદાજ મુજબ, કોંગ્રેસ સત્તામાં આવ્યેથી ૩૫ લાખ મહિલાઓને ઘરનું ઘર આપવાનો હાલ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેજા હેઠળ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સહિતના હોદ્દેદારો અને આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. જેમાં મહિલાઓને ઘરનું ઘર આપવા, ખેડૂતોને તેમની જમીન અને પાકોના વીમા સહિતના અધિકારો, સસ્તી વીજળી આપવા, યુવાનોને રોજગારી આપવી અને જયાં સુધી રોજગાર ના મળે ત્યાં સુધી તેઓને બેરોજગારી ભથ્થુ આપવું, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે ખાસ પ્રોત્સાહન નીતિ અમલી બનાવવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને પણ રણનીતિ ઘડી નાંખવામાં આવી હતી અને ચૂંટણી પ્રચારમાં કયા પ્રકારે આગળ વધવું અને પ્રજાનો લોકસંપર્ક કરી કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવો તેની સૂચના પણ અપાઇ હતી. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા રાજયની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં વિધાનસભા બેઠક દીઠ ત્રણ કે તેથી વધુ બેઠકો યોજાશે. જેમાં સ્થાનિક નેતાઓથી માંડી ટોચના નેતાઓ હાજર રહી લોકસંપર્ક વધુ ઘેરો અને અસરકારક બનાવશે.

Related posts

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વેન્ટિલેટર પર

editor

बिजल पटेल ने खाली किया मेयर हाउस

editor

તા.૨૪ મી એ નર્મદા જિલ્લામાં પોલીસને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૧૬ મી સુધી પ્રશ્નો મોકલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1