Aapnu Gujarat
ગુજરાત

તા.૨૪ મી એ નર્મદા જિલ્લામાં પોલીસને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૧૬ મી સુધી પ્રશ્નો મોકલો

નર્મદા જિલ્લાના પ્રજાજનોની પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા.૨૪ મી જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાશે. પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૧૬/૧/૨૦૧૭ સુધીમાં નિયત નમુનામાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાને અરજી કરવાની રહેશે. અરજીમાં નામ, પુરૂ સરનામુ અને ટેલીફોન, મોબાઇલ નંબર લખવાનો રહેશે.

પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની અરજદારે જે કંઇ રજુઆત કરી હોય અને કોઇ પ્રત્યુતર ન મળ્યો હોય તો તેની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી ઉપર પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ એમ સ્પષ્ટ રીતે લખવાનુ રહેશે. તા.૨૪/૧/૨૦૧૭ રોજ સવારે ૧૧=૦૦ કલાકે જેમણે જવાબો રજુ કરવાના છે, તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ તથા અરજદારે પોતાના પ્રશ્નોના આધાર પુરાવા સહિત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, નર્મદા-રાજપીપળા ખાતે હાજર રહેવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

ચેઇન સ્નેચિંગના ગુનામાં પાંચથી દસ વર્ષની સજા થશે

aapnugujarat

ધારાસભ્ય તરીકે બાવળિયાએ લીધેલા શપથ

aapnugujarat

गुजरात : १०.६७ करोड़ की अंग्रेजी शराब पकड़ी गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1