Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશનાં સોનભદ્રમાં શક્તિપુંજ ટ્રેન પાટા પરથી ખડી પડી : જાનમાલનું નુકસાન ટળતાં મોટી રાહત

દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. વધુ એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા રેલવે તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇઉ હતી. ઉત્તરપ્રદેશનના સોનભદ્ર માં ઓબરા પાસે શક્તિપુંજ એક્સપ્રેસ ટ્રેનના સાત કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. જો કે આ અકસ્માતમાં જાનમાલનુ નુકસાન ટળી જતા તંત્રને રાહત થઇ છે. રેલવે તંત્રની હાલમાં થઇ રહેલા અકસ્માતોના કારણે વ્યાપક ટિકા થઇ રહી છે. આટ્રેન હાવડાથી જબલપુર તરફ જઇ રહી હતી. મધ્યપૂર્વ રેલવેના ધનબાદ ડિવીઝનના ચોપન સિંગરોલી રેલ ખેંડ પર થયેલા અકસ્માતના સંબંધમાં વધારે માહિતી તરત હાથ લાગી ન હતી. છેલ્લા એક મહિનાના ગાળામા ંજ ઉત્તરપ્રદેશમાં આ ત્રીજી ટ્રેન દુર્ઘટના છે. આ અગાઉ ઉત્તરપ્રદેશમાં ૧૯મી ઓગષ્ટ અને ૨૩મી ઓગષ્ટના દિવસે બે ટ્રેન દુર્ઘટના થઇ હતી જેના કારણે રેલવે તંત્રની વ્યાપક ટિકા થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ઔરેયા જિલ્લામાં ૨૩મી ઓગષ્ટના દિવસે સવારે આઝમગઢથી દિલ્હી તરફ જનાર કેફિયત એક્સપ્રેસ ડમ્પર સાથે ટકરાઈને પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા ૮૦ લોકોને ઇજા થઇ હતી. આ બનાવમાં ૧૨ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ડમ્પર સાથે ટ્રેન ટકરાઇ ગઇ હતીજયારે તે પહેલા ૧૯મી ઓગષ્ટના દિવસે મુઝફ્ફર જિલ્લાના ખટોલીમાં કાલિંગ-ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ જતાં ૨૬ના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્કલ એક્સપ્રેસ બનાવમાં પણ લાપરવાહીની બાબત સપાટી ઉપર આવી હતી. આ બનાવમાં ૧૪ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા.વર્ષ ૨૦૧૭માં ૨૧મી જાન્યુઆરીના દિવસે હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન પાટાપરથી ઉતરી જતા ૪૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૬૮ લોકો ઘાયલ થયા હતા. ૩૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે પણ ટ્રેન દુર્ઘટના થઈ હતી. ભારતમાં મોટી ટ્રેન દુર્ઘટના હમેશા થતી રહી છે. પુરી-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનના અનેક કોચ ખડી પડ્યા બાદ ભારે અફરાતફરા તફડી મચી ગઈ હતી.ટ્રેન દુર્ઘટના અછલ્દા અને પાતા રેલવે સ્ટેશન વચ્ચે થઇ હતી.પ્રાપ્ત અહેવાલ મુજબ કેફિયત એક્સપ્રેસના આઠ ડબ્બા ડમ્પ ટ્રક સાથે ટકરાઇ ગયા બાદ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. આ બનાવમાં ૮૦ યાત્રી ઘાયલ થયા હતા. રાજધાની ટ્રેનને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. આજે સવારે ટ્રેન દુર્ઘટના થયા બાદ તરત જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. બનાવમાં તપાસનો આદેશ કરી દેવામાં આવ્યો છે. રેલવે દ્વારા હાલ કોઇ વાત કરાઇ નથી.

Related posts

आयुष्मान भारत योजना दिल्ली में जल्द लागू की जाए – मनोज तिवारी

aapnugujarat

મહારાષ્ટ્ર સરકાર મ્યુકરમાઇકોસિસના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે

editor

વોટબેંક માટે મમતા કોઇપણ હદ સુધી જવા તૈયાર : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1