Aapnu Gujarat
મનોરંજન

શિલ્પા શેટ્ટી પોતાના ટીવી શોને રજૂ કરવા તૈયાર થઇ

બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને બિઝનેસ વુમન શિલ્પા શેટ્ટી હવે નાના પડદા માટે પોતાના પ્રથમ લાઇન ગેમ શોને રજૂ કરવા માટે તૈયાર છે. આ ગેમ શોમાં કેટલીક નવી ચીજો ઉમેરી દેવામાં આવી છે. શિલ્પા શેટ્ટીએ ટ્‌વીટર પર આ અંગેની માહિતી આપતા કહ્યુ છે કે હવે ઓછામાં ઓછા પૈસામાં દરેક સપ્તાહમાં કાર જીતવાની તક રહેશે. પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. પોસ્ટરમાં એક કારની પાસે શિલ્પાની સાથે કોમેડિયન અર્ચના પૂરણ સિંહ પણ નજરે પડી રહી છે. આ ગેમ શો ૨૪મી સપ્ટેમ્બરના દિવસથી શરૂ કરવામાં આવનાર છે. કલર્સ ચેનલ પર આ ગેમ શોની શરૂઆત કરાશે. શિલ્પા શેટ્ટીએ ફોટો કેપ્શનમાં કેટલીક વાત લખીને ચાહકોને ગેમ શોના સંબંધમાં માહિતી આપી હતી.શિલ્પા શેટ્ટીએ કહ્યુ છે કે તે પ્રથમ વખત ટીવી પ્રોડક્શન શોે લાવી રહી છે. આને લઇને તે આશાવાદી છે. તે રાજ નાયક , કલર્સ અને ટીવી ચેનલને ્‌ભિનંદન આપવા ઇચ્છુક છે. શિલ્પા શેટ્ટી અનેક રિયાલીટી શોમાં જજની ભૂમિકા અદા કરી ચુકી છે. વર્ષ ૨૦૦૭માં આંતરરાષ્ટ્રીય ટીવી શો સેલિબ્રિટી બ્રિગ બ્રધર્સમાં પણ ભાગ લઇ ચુકી છે. શિલ્પા શેટ્ટી આગામી દિવસોમાં ગેમ શોને લઇને વધારે માહિતી આપી શકે છે. હાલમાં ગેમ શોની બોલબાલા દેખાઇ રહી છે. અમિતાભ બચ્ચન દ્વારા પ્રાયોજિત ગેમ શો કોન બનેગા કરોડપતિને લઇને તમામ ચાહકો ભારે ઉત્સુક છે. આ ગેમ શો ભારતમાં સૌથી લોકપ્રિય ગેમ શો તરીકે છે. શિલ્પા ફિલ્મોમાં હાલમાં કામ કરી રહી નથી. જો કે તે ટીવી પર જુદા જુદા કાર્યક્રમમાં અને અન્ય પ્રોજેક્ટોમાં સામેલ રહી છે. તે સતત સક્રિય રહેતી બિઝનેસ વુમન તરીકે ઉભરી ચુકી છે.

Related posts

‘કલંક’ ફ્લોપ થઇ હોવા છતાં આલિયાની બોલબાલા

aapnugujarat

લક અને મહેનતના કારણે સલમાનની ફિલ્મ મળી છે : દિશા પટણી

aapnugujarat

પ્રિયંકા ચોપરાનો ખુલાસો, પસંદ છે પીછો કરનાર લોકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1