Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈ લોકલ ટ્રેનના છ કોચ ખડી પડ્યા : પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

મુંબઈ લોકલ ટ્રેનના છ કોચ પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા પાંચ લોકોને ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. કોઇ ખુવારી હજુ સુધી થઇ નથી. દિલ્હી જતી કેફિયત એક્સપ્રેસ ૨૩મી ઓગસ્ટના દિવસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી જેમાં ૮૦ લોકો ઘાયલ થયા હતા. આવી જ રીતે ૧૯મી ઓગસ્ટના દિવસે ઉત્કલ એક્સપ્રેસના ૧૪ ડબ્બા પાટા પરથી ખડી પડતા ૨૪ લોકોના મોત થયા હતા અને ૧૫૬ લોકો ઘાયલ થયા હતા. બંને બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. આજે લોકલ ટ્રેનના છ કોચ પાટા પરથી ખડી પડ્યા બાદ વડાલા-અંધેરી સેક્શન ઉપર ટ્રેનોની અવરજવરને માઠી અસર થઇ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરૂ થતી લોકલ ટ્રેન અંધેરી તરફ આવી રહી હતી ત્યારે ટ્રેનની અવરજવર માટેના સપ્લાયસ પાવરમાં ખામી સર્જાઈ ગયા બાદ આ બનાવ બન્યો હતો. માહિમ સ્ટેશન નજીક આ બનાવ બન્યા બાદ ટ્રેનના છ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. સમસ્યાના કારણે પહેલા આ ટ્રેનને અન્ય ટ્રેક ઉપર શિફ્ટ કરી દેવામાં આવી હતી. ચાર આગળના કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. કારણ કે તે પ્લેટફોર્મથી રિવર્સ થઇ રહી હતી. કોચને ફરીથી પાટા પર ગોઠવવા માટેના પ્રયાસો યૂદ્ધના ધોરણે હાથ ધરાયા છે. ટ્રેન સેવાને અસર થઇ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિકરીતે સારવાર આપવામાં આવી હતી. જો કે, ચર્ચગેટ-વિરાર સેક્શનમાં તમામ વેસ્ટર્ન લાઈનની ટ્રેનો યથાવતરીતે જારી રહી હતી. તપાસના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં બે મોટી ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ રેલવે પ્રધાન તરીકેના હોદ્દાથી રાજીનામુ આપી દેવા માટેની ઓફર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રાહ જોવા માટે કહ્યું છે. ઉત્તરપ્રદેશના ઔરેયા જિલ્લામાં ૨૩મી ઓગસ્ટના દિવસે વહેલી સવારે આઝમગઢથી દિલ્હી તરફ જનાર કેફિયત એક્સપ્રેસ ડમ્પર સાથે ટકરાઈને પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા ૮૦ લોકોને ઇજા થઇ હતી. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. શનિવારના દિવસે જ મુઝફ્ફર જિલ્લાના ખટોલીમાં કાલિંગ-ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ જતાં ૨૬ના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઉત્કલ એક્સપ્રેસ બનાવમાં પણ લાપરવાહીની બાબત સપાટી ઉપર આવી છે. દુર્ઘટના થયા બાદ અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જ્યારે અનેક ટ્રેનો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આવી જ રીતે ૧૯મી ઓગસ્ટના દિવસે થયેલી ઉત્કલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને ૨૬ ઉપર પહોંચ્યો હતો અને ઘાયલોની સંખ્યા વધીને ૧૫૦ ઉપર પહોંચી હતી. બીજી બાજુ ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાના મામલે આઈપીસીની કલમ ૩૦૪એ (બેદરકારીના કારણે મોત) સહિત જુદી જુદી કલમો હેઠળ વનઓળખાયેલા લોકો સામે એફઆઈઆર દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. અન્ય જુદી જુદી કલમો પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવી હતી.

Related posts

पत्रकार के साथ बदसूलूकी निन्दनीय : अखिलेश

aapnugujarat

ShivSena asks questions to PM Modi over Galwan valley clash

editor

મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે ખતરનાક ચિત્ર ઉપસ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1