Aapnu Gujarat
ગુજરાત

ઈસનપુરમાં ચાર કાકાએ ભેગા મળી ભત્રીજાને પતાવી દીધો

શહેરના ઇસનપુર વિસ્તારમાં મિલકતના ઝઘડામાં અંધ બનેલા ચાર કાકાઓએ ભેગા મળી પોતાના સગા ભત્રીજાને ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે ભારે અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. ઇસનપુર પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. શહેરના રાયપુર વિસ્તારમાં આવેલ ચુનારા વાસમાં રહેતા અને મરનાર યુવક વિકાસના પિતા મુકેશભાઇ ચુનારાએ  હુમલો કરનાર તેમના ચાર ભાઇઓ દિનેશભાઇ, મહેન્દ્રભાઇ, અક્ષયભાઇ અને સંદીપભાઇ (તમામ રહે. મહાબલી સોસાયટી, ઇસનપુર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુકેશભાઇ ચુનારા અને તેમના ભાઇઓ વચ્ચે રાયપુર વિસ્તારના મકાનને લઇ છેલ્લા ઘણા વર્ષોથી અદાવત અને તકરાર ચાલ્યા આવતા હતા. સોમવારની સાંજે ફરિયાદી મુકેશભાઇ ચુનારાનો પુત્ર વિકાસ પોતાની રીક્ષા લઇ ઇસનપુર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના કાકા દિનેશભાઇ તેને જોઇ ગયા હતા અને તેમણે આ વાતની તેમના બીજા ભાઇઓને કરી હતી. બાદમાં ચારેય કાકાઓ ભેગા મળી વિકાસની રીક્ષા પાછળ ચપ્પુ લઇને દોડયા હતા. એક તબક્કે ગભરાઇ ગયેલો વિકાસ રીક્ષા મૂકી ભાગવા લાગ્યો હતો પરંતુ છેક સુધી તેના કાકાઓએ પીછો કર્યો હતો. છેવટે થાકી જતાં વિકાસ અટકતાં એ તકનો લાભ લઇ ભાન ભૂલેલા ચારેય કાકાઓએ ભેગા મળી પોતાના સગા ભત્રીજા એવા વિકાસને ચપ્પાના પંદરથી વધુ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં જ વિકાસ જમીન પર ફસડાઇ પડતાં ચારેય કાકાઓ ત્યાંથી નાસી છૂટયા હતા. બાદમાં સારવાર દરમ્યાન એલ.જી.હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિકાસનું કરૂણ મોત નીપજયુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, મિલકતના વિવાદમાં સગા ચાર કાકાઓએ ભેગામળી ભત્રીજાને પતાવી દીધાના સમાચારને પગલે અરેરાટીની લાગણી સાથે આરોપી કાકાઓ પ્રત્યે લોકોમાં ફિટકારની લાગણી પણ ફેલાઇ ગઇ હતી.

Related posts

રાજ્યમાં મામલતદારની સામૂહિક બદલી-બઢતીકરાઇ

aapnugujarat

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

aapnugujarat

માણસા કોંગ્રેસ ન.પા.ના ઘણાં સભ્ય ભાજપમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1