Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ઝડપાયું ૨૦૦૦-૫૦૦ની નકલી નોટ બનાવવાનું કારખાનું

નોટબંધી બાદ ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો બહાર પડાઈ ત્યારે સરકારે મોટા ઉપાડે દાવો કર્યો હતો કે, નવી નોટોની નકલ કરવી સરળ નથી. જોકે, સરકારના આ દાવાની હવા નિકળી ગઈ છે. સુરતમાંથી સ્પેશયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ૪૦.૭૩ લાખની ૨ હજાર રૂપિયાની નકલી નોટો સાથે ૩ શખ્સોની ધરપકડ કરી છે.
રિપોટ્‌ર્સ અનસાર, સુરતના મજૂરાગેટ વિસ્તારમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલતું હોવાની બાતમીને આધારે એસઓજીએ રેડ પાડી હતી. તે દરમિયાન એસઓજીને અહીં ૨ હજારના દરની નકલી નોટો બનાવવાની સામગ્રી મળી આવી હતી. તે સાથે જ ૪૦.૭૩ લાખના દરની ૨ હજાર રૂપિયાની નકલી નોટો પણ મળી આવી હતી. આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બનેલી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે નકલી નોટો બનાવવામાં સામેલ ૩ શખસોની ધરપડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, નોટબંધી પછી જ્યારે ૫૦૦ અને ૨ હજારના દરની નવી નોટો બહાર પડાઈ ત્યારે તેમાં એડવાન્સ્ડ સિક્યુરિટી ફીચર્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત તે પણ કહેવામાં આવ્યું હતું કે, આ નોટની નકલ નોટ બનાવવી શક્ય નથી. જોકે સુરતમાંથી પકડાયેલી જથ્થા બંધ નકલી નોટોએ સરકારનો આ દાવો પોકળ સાબિત કરી દીધો છે. અત્યાર સુધીમાં આ શખસો કેટલી નોટો બજારમાં સર્ક્યુલેટ કરવામાં સફળ કરી છે, તે તપાસના અંતે બહાર આવશે.પોલીસે બે હજારના દરની ૨૬૭૯ નોટો કબ્જામાં લીધી છે. જ્યારે ૫૦૦ના દરની ૧૯૦૬ નોટો મળી આવી હતી. તે ઉપરાંત પોલીસે નકલી નોટ બનાવવાનું મશીન પણ જપ્ત કર્યું હતું. નકલી નોટો છાપનારે દેવું વધી જવાના કારણે કારખાનું શરૂ કર્યું હોવાની કબૂલાત કરી હતી.

Related posts

સુરતમાં બોંબ બ્લાસ્ટ નહીં થતાં તૌકિર ખફા થયો હતો

aapnugujarat

गुजरात BJP की नई संसदीय बोर्ड टीम की घोषणा

editor

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તકલીફો છતાં કોઈ સાંભળનાર નથી !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1