Aapnu Gujarat
બિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં પાંચ પરિબળોની અસર રહેશે : તમામની નજર હશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થઇ રહેલા રજાઓ સાથે સંબંધિત સપ્તાહ દરમિયાન બજારમાં પાંચ પરિબળોની મુખ્ય અસર જોવા મળી શકે છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયા બાદ શેરબજારમાં પાંચ પરિબળોની અસર આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સત્ર દરમિયાન જોવા મળી શકે છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ, સેબી દ્વારા ૩૩૧ શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી, કેટલીક અગ્રણી કંપનીઓના નિરાશાજનક પરિણામ સહિતના જુદા જુદા પરિબળોની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળે તેવી શક્યતા છે. શુક્રવારના દિવસે સેંસેક્સ પાંચ સપ્તાહની નીચી સપાટીએ પહોંચીને ૩૧૮ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સની સપાટી ૩૧૨૧૪ નોંધાઈ હતી જ્યારે નિફ્ટી ૧૦૯ પોઇન્ટ ઘટીને ૯૭૧૧ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર ચોથી ઓગસ્ટથી ૧૧મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં સેંસેક્સમાં ૧૧૧૨ પોઇન્ટનો અથવા તો ૩.૪૩ ટકાનો રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બ્રોડર માર્કેટમાં ૩૫૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. તાતા મોટર્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સન ફાર્મા જેવી બ્લુચીપ કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ મૂડીરોકાણકારોમાં નિરાશાજનક રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષના ગાળામાં સનફાર્મામાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારના દિવસે આ કંપનીએ ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પરિણામ જાહેર કરતી વેળા ૪૨૪.૯૨ કરોડનું નુકસાન દર્શાવ્યુ ંહતું. તાતા મોટર્સ અને એસબીઆઈમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. છેલ્લા સપ્તાહ દરમિયાન ફાર્માના શેરમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા એસ એન્ડ પી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૭.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્વતંત્રતા દિવસના પ્રસંગે ૧૫મી ઓગસ્ટના દિવસે બજાર બંધ રહેશે. માઇક્રો ઇકોનોમિક ડેટા આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે જેમાં ડબલ્યુપીઆઈ ફુગાવા, રિટેલ ફુગાવાનો સમાવેશ થાય છે. આમા આઈઆઈટી ડેટા જારી કરવામાં આવી ચુક્યા છે. આ આંકડા કારોબારીઓ માટે નિરાશાજનક રહ્યા છે. જુલાઈ ૨૦૧૭ માટે ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા સોમવારના દિવસે એટલે કે આવતીકાલે જારી કરવામાં આવનાર છે. મે મહિનામાં ૨.૧૭ ટકાથી ઘટીને જૂન મહિનામાં ડબલ્યુપીઆઈ આંકડો ૦.૯ ટકાની આ વર્ષની સર્વોચ્ચ નીચી સપાટીએ પહોંચ્યો હતો.
જુલાઈ ૨૦૧૭ માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ આવતીકાલે જ બજાર બંધ થઇ ગયા બાદ જારી કરવામાં આવનાર છે. મે મહિનામાં સીપીઆઈ ૨.૧૮ ટકાથી ઘટીને જૂન મહિનામાં ૧.૫૪ ટકા થયો હતો. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તંગદિલીની અસર પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકના પરિણામ ઉપર પણ તમામની નજર રહેશે. બજારમાં હાલ પ્રવાહી સ્થિતિ જારી રહે તેવી શક્યતા છે.

Related posts

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

aapnugujarat

टोटेम इंफ्रास्ट्रकचर के खिलाफ सीबीआई ने दर्ज किया केस

aapnugujarat

ઉત્તરપ્રદેશનાં નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1