Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની દાદાગીરી : ડોકલામના વિવાદિત ક્ષેત્રમાં ૮૦ સૈન્ય ટેન્ટ લગાવ્યાં

ભારત અને ચીન વચ્ચે સિક્કીમ સરહદે ડોકલામ મુદ્દે ગત બે મહિનાથી તણાવ ચાલી રહ્યો છે, જે ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ભારતને વારંવાર યુદ્ધની ધમકીઓ આપ્યા બાદ હવે ચીને ડોકલામ સરહદે સૈનિકોની તહેનાતી વધારવાનું શરુ કરી દીધું છે.ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ ડોકલામ પર ૮૦ સૈન્ય ટેન્ટ લગાવ્યાં હોવાની માહિતી મળી છે. જે જગ્યા પર ચીની સેનાએ ટેન્ટ લગાવ્યાં છે તે સ્થળ ઉત્તર ડોકલામની પોસ્ટથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલું છે.એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ચીની સૈનિકોની સંખ્યા ૮૦૦થી ઓછી છે. એટલે કે ચીને અહીં પૂરી બટાલિયન તહેનાત કરી નથી. આ વિસ્તારમાં આશરે ૩૦૦ ભારતીય સૈનિક તહેનાત છે અને તેમણે ૩૦ જેટલા ટેન્ટ લગાવ્યાં છે. જેની સામે ચીને ૮૦ સૈન્ય ટેન્ટ લગાવ્યાં હોવાના સમાચાર છે.જોકે સત્તાધીશોએ ડોકલામ સરહદે ચીની સૈનિકોની વધી રહેલી સંખ્યાને લઈને કંઈ જ કહેવાનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ચીન તરફથી કોઈ જ વાંધાજનક ગતિવિધિ જોવા મળી નથી. બીજી તરફ ભારતીય સેનાએ પણ ઓપરેશન એલર્ટ શેડ્યૂલને વધારે એડવાન્સ કરી દીધું છે. સેનાને સ્થાનિક વિસ્તારની વિગતવાર માહિતી આપવાની ઘટનાને સૈન્યની ભાષામાં ઓપરેશન એલર્ટ કહેવામાં આવે છે.જે મુજબ ભારતના ૩૩ જવાનો સિક્કીમ બોર્ડરની વિગતવાર માહિતી મેળવશે. સામાન્ય સંજોગોમાં ઓપરેશન એલર્ટનું આયોજન સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબર મહિનાની શરુઆતમાં કરવામાં આવે છે. જે અંતર્ગત ભારતીય સેના ચીનની સેનાને માહિતગાર કર્યા સિવાય સરહદે રોકાણ કરી પોતાનું કામ પાર પાડતી હોય છે.

Related posts

ભારતની ચેતવણીથી પાક ફફડ્યું : ચર્ચા માટે તૈયાર

aapnugujarat

ટ્રમ્પે ઓબામાની માફી યોજનાને રદ કરતાં સાત હજાર ભારતીય-અમેરિકનોને માથે મુસીબત

aapnugujarat

પાકિસ્તાનના પંજાબમાં વિસ્ફોટ, બે બાળકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1