Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

તમામ પડકારોમાંથી પસાર થઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહેમદ પટેલ ખુબ જ પ્રતિષ્ઠા સમાન બની ગયેલી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં જીતી ગયા છે પરંતુ ભાજપના પ્રમુખ અમિત શાહની ભાવિ યોજના પર આના કારણે કોઇ અસર થશે નહી તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. અહેમદ પટેલની જીત અમિત શાહ માટે મોટા ફટકા સમાન છે. કારણ કે અહેમદ પટેલના રસ્તાને રોકવા માટે તમામ પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકીય પંડિતો માની રહ્યા છે કે શાહની આ પીછેહટની કોઇ અસર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પર થશે નહી. પાર્ટી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાતમાં ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભાજપ હવે સંપૂર્ણપણે વિશ્વાસમાં છે કે પટેલની જીતથી ભાજપના દેખાવ પર કોઇ અસર થશે નહી. શાહ પોતાના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે કોઇ પણ હદ સુધી જાવા માટે અને સંપૂર્ણ તાકાત લગાવી દેવા માટે જાણીતા રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઇને જે વલણ શાહ દ્વારા અપનાવવામાં આવ્યુ છે તે વલણ પહેલા પણ અપનાવી ચુક્યા છે. ભાજપ નતા એવા દિવસોને યાદ કરે છે જ્યારે અમિત શાહે કેટલાક કેન્દ્રિય નેતાઓને દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે ઉતારી દીધા હતા અને છતાં પણ ભાજપને ૭૦ સીટ પૈકી માત્ર ત્રણ સીટ મળી હતી. જો કે પાર્ટીએ પોતાની તરફથી તમામ પ્રયાસ કર્યા હતા. વર્ષ ૨૦૧૫માં પણ બિહારમાં ચૂંટણી વેળા અમિત શાહ અને ભાજપના નેતા છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. જો કે તેમની હાર થઇ હતી. વિરોધ પક્ષોને સરળતાથી ચૂંટણી જીતવા દેવામાં અમિત શાહ બિલકુલ વિશ્વાસ રાખતા નથી. વર્ષ ૨૦૧૪માં શાહ જ એવી વ્યક્તિ હતી જે વ્યક્તિએ અમેઠી લોકસભા બેઠક પર કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે સ્મૃતિ ઇરાનીને ઉતારી દેવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. એ વખતે શાહે કહ્યુ હતુ કે સ્મૃતિને ગુમાવવા માટે કઇં જ નથી. કારણ કે તેઓ પહેલાથી જ રાજ્યસભા સભ્ય છે. તેઓ અધ્યક્ષ બન્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં તેમની સંગઠન ઉપર પકડ ખુબ મજબૂત થઇ રહી છે. હવે શાહ જ્યારે પોતે સંસદમાં રહેશે ત્યારે એવી આશા પણ છે કે, તેમની દેખરેખના કારણે પાર્ટીના સાંસદો સંસદમાં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે. અમિત શાહ હવે વધુ સ્વતંત્ર થઇને નિર્ણય લઇ શકશે. નવા ચહેરાઓને પણ સામે લાવી શકશે. અમિત શાહ સામે સૌથી પહેલો પડકાર ૧૮૨ વિધાનસભા સીટ વાળી ગુજરાત વિધાનસભામાં ભાજપના સભ્યોની વર્તમાન સંખ્યા ૧૨૧ને વધારવાની છે. ૨૦૧૨માં પાર્ટીએ ૧૧૫ સીટો જીતી હતી. ડિસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપને આશા છે કે, વીરભદ્રસિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને હરાવવામાં તે સફળ રહેશે. ભાજપને સત્તા વિરોધી લહેરનો ફાયદો થશે. અલબત્ત ૨૦૧૮ની શરૂઆતમાં મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી પડકારરુપ રહેશે. કારણ કે, અહીં કુશળતા પુરવાર કરવી પડશે. શાસન વિરોધી લહેર પણ રહેશે.

Related posts

સેન્સેક્સમાં ૨૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

મૂડીરોકાણ માટે સિંગાપુર છે સૌથી ફેવરિટ, ભારતનું સ્થાન ૩૭મું

aapnugujarat

સૂર્યમંડળમાં નવમા ગ્રહના આગમનની વધતીશક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1