Aapnu Gujarat
રાષ્ટ્રીય

છેડતી કેસમાં વિકાસ બરાલા બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર

આઈએએસ ઓફિસરની પુત્રી સાથે છેડછાડ અને કારનો પીછો કરવાના મામલામાં ધરપકડ કરવાના એક દિવસ બાદ વિકાસ બરાલા અને તેના મિત્ર આશિષને ગુરુવારના દિવસે ચંદીગઢની કોર્ટમાં સઘન સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓની બે-બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો. બીજી બાજુ બરાલાએ પુછપરછમાં આઈપીએસ ઓફિસરની પુત્રીનો પીછો કરવાની વાત સ્વીકારી લીધી છે. માર્ગથી લઇને સંસદ સુધી આ મામલે ભારે હોબાળો થયો હતો. બુધવારના દિવસે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આઈએએસ અધિકારીની પુત્રી વર્ણિકા કુંડુની સાથે છેડછાડ અને કારથી પીછો કરવાના આરોપી ભાજપ નેતા સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલા અને તેના મિત્ર આશિષની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. બુધવારના દિવસે પુછપરછ માટે આ બંને ચંદીગઢના ૨૬ સેક્ટરમાં પહોંચ્યા હતા. વિકાસ બરાલાની સામે મામલામાં અપહરણના પ્રયાસની બે બિનજામીનપાત્ર કલમ ઉમેરવામાં આવી હતી જેના લીધે આ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં ઘટનાની રાત્રે સીસીટીવી કેમેરામાંથી ફુટેજ મેળવ્યા હતા જેમાં વિકાસ બરાલા વર્ણિકાનો પીછો કરતા કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ પહેલા વિકાસના પિતા અને ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ ગાળા દરમિયાન સુભાષે કહ્યું હતું કે, તેમનો પુત્ર વિકાસ પોલીસ તપાસમાં પૂર્ણ સહકાર આપશે. જો તપાસ દરમિયાન દોષિત જાહેર થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ સુભાષ બરાલા કહી ચુક્યા છે કે, વર્ણિકા તેમની પુત્રી સમાન છે. સમગ્ર દેશમાં આ મામલાને લઇને જોરદાર રાજકીય ગરમી હજુ પણ જોવા મળી રહી છે. ભાજપની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

Related posts

દિલ્હી સરકાર પર એનજીટી દ્વારા ૨૫ કરોડનો દંડ

aapnugujarat

आजादी के आंदोलन में कांग्रेस का बड़ा योगदान : संघ प्रमुख

aapnugujarat

Tamilnadu BJP likely to get new leader soon

editor

Leave a Comment

UA-96247877-1