Aapnu Gujarat
બિઝનેસ

એમેઝોન ભારતમાં ૧૦૦૦ લોકોની ભરતી કરવા તૈયાર

મહાકાય એમેઝોન કંપની ભારતમાં ૧૦૦૦થી વધુ લોકોની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. સોફ્ટવેર પ્રોફેશનલોને વધારે પ્રાથમિકતા આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને કંપનીના જુદા જુદા ડિવિઝન માટે આ ભરતી કરવામાં આવનાર છે. મુખ્ય ભરતી રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કરવામાં આવશે. ડિવાઈસ બિઝનેસમાં પણ શક્યતા રહેલી છે. કંપનીએ માહિતી આપતા કહ્યું છે કે, જરૂરી ટેકનોલોજીમાં કુશળતા ધરાવનાર લોકોની સીધી ભરતી કરવામાં આવનાર છે. શક્ય તેટલા વધુ લોકોને ભરતી કરવામાં આવશે. એમેઝોનની વેબસાઇટ દ્વારા ભારતમાં ૧૨.૪૫ ઓપન પોલ્યુશન રહેલું છે. આ અંગેની માહિતી આપતા કંપનીએ કહ્યું છે કે, દેશમાં ૫૦૦૦૦થી વધુ લોકો કામ કરી રહ્યા છે. અમેરિકા બાદ બીજા સૌથી મોટા માર્કેટ તરીકે ભારત ઉભરી આવ્યું છે. વૈશ્વિકરીતે એમેઝોનના ૩૪૧૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમ પણ માનવામાં આવે છે કે, ભારતમાં ખુબ ઝડપથી કુશળ નિષ્ણાતોની ભરતી કરવામાં આવી રહી છે.
જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, ટોકિયો અને લંડન જેવા મોટા શહેરોમાં પણ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઓપન પોઝિસનમાં બેંગ્લોરમાં ૫૫૭ જગ્યા છે. જ્યારે હૈદરાબાદમાં ૪૦૩ અને ચેન્નાઈમાં ૧૪૯ જગ્યા છે. હાલમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Related posts

अभी तक नहीं मिला इनकम टैक्स रिफंड? तो दोबारा ऐसे करें आवेदन

aapnugujarat

નાણાંકીય વર્ષ ૨૦૧૮માં જીડીપી ગ્રોથ ૬.૭૫ ટકા રહેવાનો અંદાજ

aapnugujarat

ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના કારણે નોકરીનો વરસાદ થવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1