ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જણાવ્યુ છે કે સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજીનું ઘર બની રહ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે આગામી સમયમાં અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરશે. આ સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યુ હતુ કે સાણંદ EV ટેકનોલોજીનું હબ બનતુ જાય છે.ટાટા ધોલેરામાં સેમી કન્ડકટર પ્લાન્ટ સ્થાપશે.માર્ચ 2024 સુધીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્કિલની પણ સ્થાપના કરશે.C-295 ડિફેન્સ એરક્રાફ્ટનું ગુજરાતમાં ઉત્પાદન શરુ થશે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં માઈક્રોન ટેકનોલોજીના CEOએ નિવેદન આપતા જણાવ્યુ કે છેલ્લા 40 વર્ષથી માઈક્રોન વિશ્વમાં કાર્યરત છે. તેમજ આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સમાં મોઈક્રોન મોખરે છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે આગામી સમયમાં સાણંદમાં 5 હજાર સ્કવેર ફૂટમાં સેમિકન્ડક્ટર કંપની સ્થાપશે. સેમિકન્ડક્ટર્સમાં ભારત માટે એક જબરદસ્ત તક મળી છે. વાઇબ્રન્ટ ગુજરાત સેમિકન્ડક્ટર પાવર તરીકે ભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
સંજય મેહરોત્રાએ જણાવ્યુ કે વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપનીઓમાંની એક અને મેમરી અને સ્ટોરેજમાં અગ્રેસર, માઇક્રોનનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. માઈક્રોનની નવીનતાઓ ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી તમામ કમ્પ્યુટિંગ સિસ્ટમના કેન્દ્રમાં રહી છે.તેમજ AI માટે મેમરી બહુ મહત્વનો ભાગ ભજવે છે. માઈક્રોન એ મેમરીનું પાવરહાઉસ છે. આ સાથે જ જણાવ્યુ કે જૂન મહિનામાં વિશ્વ કક્ષાની મેમરી એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીને ગુજરાતમાં જ બનાવવાની જાહેરાત કરી છે.