Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં બે મહિનામાં 2300 ફોન કરાયા બ્લોક

સ્માર્ટફોન અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધતી જાય છે. સાયબર ક્રાઈમને ડામવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાયબર ગઠિયાઓ દિવસેને દિવસે વધારે હાઈટેક બનતા જઈ રહ્યા છે. જેના કારણે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ડામવા માટે નવા-નવા પગલા લેવામાં આવી રહ્યા છે. હવે એક નવી યુક્તિ અજમાવવામાં આવી રહી છે. જેમાં સાયબર ગઠિયાઓના સિમકાર્ડ નહીં પરંતુ તેમના મોબાઈલ ફોનને જ બ્લોક કરી દેવામાં આવે છે. તેમના IMEI નંબરને બ્લોક કરવામાં આવે છે જેના કારણે તેમના ફોનના મુખ્યકાર્ય એવા સંદેશાવ્યવહારને જ બંધ થઈ જાય છે. એટલે કે તેમના ફોનથી કોઈ જ કોમ્યુનિકેશન થઈ શકતું નથી.

માત્ર ગત મહિને જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને (DoT) તેમના IMEI નંબરોને ટાર્ગેટ બનાવીને સમગ્ર ભારતમાં 41,000 ફોનને કોમ્યુનિકેશન ટૂલ્સ તરીકે બિન-કાર્યક્ષમ બનાવ્યા છે. આ કાર્યવાહી ઘણી જ અસરકારક છે પરંતુ આના સંભવિત દુરુપયોગ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સીઆઈડીનું સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાસ સક્રિય થયું છે. છેલ્લા બે મહિનામાં તેમણે કથિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 9,307 સેલ ફોનની વિગતો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મોકલી છે, અને મંત્રાલયને આ મોબાઈલ ફોનને બ્લોક કરવા વિનંતી કરી છે. રાજ્ય સાયબર ક્રાઈમ સેલના ડીવાયએસપી બીએમ ટાંકના જણાવ્યા અનુસાર આજની તારીખ સુધીમાં 2,331 ફોન બ્લોક કરવામાં આવ્યા છે.
જોકે, આ લડાઈ મોબાઈલ ફોન પૂરતી મર્યાદિત નથી. રાજ્ય સાયબર ક્રાઈમ યુનિટે ગુજરાત પોલીસની વિનંતી પર 73,915 સિમ કાર્ડ્સને બ્લોક કરવાની વિનંતી કરી છે. જેમાં 57,650 પહેલાથી જ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ભારતભરમાં સાયબર ક્રાઈમમાં ચિંતાજનક વધારો થવાને કારણે આ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ન્યુડ કોલ અને અન્ય છેડતરપિંડીની અન્ય ટેકનિક દ્વારા બ્લેકમેલ જેવા ગુનાઓને કાબૂમાં લેવા દબાણ કરી રહી છે. ફક્ત સિમ કાર્ડને જ નહીં પરંતુ ફોનને ટાર્ગેટ કરીને ગુનેગારોને તેમની કામગીરી ચાલુ રાખવા માટે નવા ફોનની જરૂર પડતાં વધુ ખર્ચો કરવાની ફરજ પડે છે.

LSA અને DoT ગુજરાતના એડિશનલ ડીજી અજાતશત્રુ સોમાણીએ આ અંગે સમજાવ્યું હતું કે, વ્યક્તિગત સિમ કાર્ડને બદલે IMEI નંબરને બ્લોક કરીને તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ગુનેગારોને ફક્ત તેમના સિમકાર્ડને નહીં પરંતુ ફોન પણ બદલવા પડે છે. એટલે કે તેમને નવા ફોન ખરીદવા પડે છે. જે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ખર્ચમાં વધારો કરે છે. આ પ્રક્રિયામાં તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSPs)ને ઉલ્લેખિત IMEI નંબરને બ્લોક કરવા માટે સૂચના આપવાનો સમાવેશ થાય છે, જે ફોનને કોમ્યુનિકેશન માટે વર્ચ્યુઅલ રીતે નકામું બનાવે છે. ટૂંકમાં કહીએ તો એક અત્યાધુનિક સંદેશાવ્યવહારનું ડિવાઈસ એવો સ્માર્ટફોન ફક્ત બેઝિક કેલ્ક્યુલેટર કરતાં વધુ કંઈ રહેતો નથી.

Related posts

कांग्रेस द्वारा हिन्दू संतों को बदनाम करने की साजिश : सरकार का कांग्रेस पर निशाना

aapnugujarat

ડૉક્ટરોની ઘોર બેદરકાર : ઢીંચણના ઓપરેશન બાદ સર્જિકલ કલીપ પગમાં જ રહી ગઈ

aapnugujarat

પાંચ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસન સ્થળે ગુજરાતીઓનો ધસારો

aapnugujarat
UA-96247877-1